સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલતી પાટણ LCB પોલીસે…

July 31, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ₹ 87,550ની કિંમતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. એલ.સી.બી.સ્ટાફના માણસો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન તેમને બાતમી મળી.

કેટલાક ઈસમોએ સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલા કોપર વાયર સમી ચેકપોસ્ટથી સમી પોલીસ સ્ટેશન જતા હાઈવે રોડ પર સંતાડ્યા આ વાયર લેવા માટે આરોપીઓ રાત્રે આવવાના. બાતમીના આધારે, પોલીસે સદર જગ્યાએ ખાનગી વોચ ગોઠવી વોચ દરમિયાન, ચોરી કરેલા મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

3 cases of cable wire theft from solar plant solved | સોલાર પ્લાન્ટમાંથી  કેબલ વાયર ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો: પાટણ LCB એ ₹ 87,550ના મુદ્દામાલ સાથે  3 આરોપીઓને ઝડપ્યા ...

પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં નરેશભાઈ રામાભાઈ ઠાકોર (રહે. સિનાડ, તા. રાધનપુર, જિ. પાટણ), નરેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર (રહે. બંધવડ, તા. રાધનપુર, જિ. પાટણ) અને બાબુભાઈ જોરાભાઈ ઠાકોર (રહે. તાંતીયાણા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0