ગરવી તાકાત પાટણ : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ત્રણ અલગ-અલગ જિલ્લાના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી નરસિંહજી મેઘાજી ઠાકોરને કલોલ ખાતેથી ઝડપી પાડ્યો LCBએ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આ કાર્યવાહી કરી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અપાયેલી સૂચનાના આધારે.

LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તપાસમાં બાતમીના આધારે, કલોલથી આરોપી નરસિંહજી મેઘાજી ઠાકોરને પકડી પાડવામાં આવ્યો પકડાયેલા આરોપી સામે પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો.
![]()
આ ઉપરાંત, તે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ LCB પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી.


