મહેસાણા – અમદાવાદ હાઇવે પર મંડાલી પાટિયા નજીક રિક્ષા પલટી મારતા પેસેન્જરને ઈજા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ. જેમાં મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડલી પાટિયા નજીક એક રિક્ષા પલટી મારતા એક પેસેન્જરને ઈજાઓ થઈ હતી. બાદમાં રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઇ ફરાર થઈ ગયો હતો.

લાઘણજ પોલીસ મથકમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ ફરિયાદી મુકેશ ચંદ્ર ભુરિયા જગુંદનથી રિક્ષામાં બેસી ટૂંડાલી જવા નીકળ્યા હતા. રિક્ષામાં અન્ય બે મહિલાઓ પણ સવાર હતી. સાંજે પાંચ વાગ્યે એરોમાં સર્કલ સામે રિક્ષા ચાલકે જોરથી બ્રેક મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં રિક્ષામાં બેસેલા 56 વર્ષીય વૃદ્ધને ઈજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઇ ત્યાંથી ફરાર થઈ ગયો. ઇજા પામેલા ફરિયાદીએ લાઘનજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.