મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડ ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. મહેસાણા સબ જેલમાંથી એક કાચા કામનો આરોપી પેરોલ પર બહાર ગયો હતો. પરંતુ પેરોલ પર બહાર નીકળી તે ફરાર થઈ ગયો હતો. આરોપીની પેરોલની સમયમર્યાદા પુરી થઈ જતાં હાજર નહી થતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો – મહેસાણા LCBની ટીમે 8 જીલ્લામાંથી તડીપાર કરાયેલ ઓઈલ ચોરીના ફરાર આરોપીને ઝડપી પાડ્યો !
મહેસાણા કોર્ટના આદેશ મુજબ પાટણ જીલ્લાના સીધ્ધપુર તાલુકામાં આવેલ ગણવાડાનો દેવિપુજક સંપતભાઈ રણછોડભાઈ નામના શખ્સને મહેસાણા સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે પુરવામાં આવ્યો હતો. જે 15-05-2021 ના રોજ વચગાળાના જામીન પર બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જેલમાં સમયસર હાજર નહી થતાં પોલીસ વિભાગે તેની તપાસ હાથ ધરી હતી. જેમાં આજરોજ સોમવારે તપાસ દરમ્યાન પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે, આરોપી તેના ગામમાં હાજર છે. જે બાતમી આધારે આરોપીને ઝડપી પાડી મહેસાણ જેલને સોંપી દેવામાં આવ્યો હતો.