મહેસાણા એલસીબીની ટીમે અલગ અલગ જીલ્લામાં ઓઈલ ચોરીના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. સદર આરોપી દાહોદ, મહેસાણા, પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા જેવા જીલ્લાઓમાં ઓઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચુક્યો હતો. પરંતુ છેલ્લા 1 વર્ષથી પોલીસના સીંકજા બહાર હતો, જે આરોપી મહેસાણાંથી ઝડપાઈ જતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – મહેસાણા LCB વાહનનો પીછો કરી 3.31 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો – વિરૂધ્ધ ગુનો દાખલ !
મુળ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ ટાકોડી ગામનો વોન્ટેડ આરોપી સીંકદર દાદાભાઈ સોંલકી જે હાલ મહેસાણાના મહમંદીપાર્ક સોસાયટીમાં રહે છે. જેને ઝડપી પાડવા પોલીસની ટીમ કાર્યરત હતી તે દરમ્યાન મહેસાણા એલસીબીના સીંકજામાં આવ્યો છે. આરોપી દાહોદમાં ઓઈલ ચોરીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાશતો ફરતો હતો. ઉલ્લેખનીય છે કે, મહેસાણા મેજીસ્ટ્રેટ દ્વારા 18/08/2021 ના હુકમથી મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ જીલ્લામાંથી તડીપાર કરાયો હતો. મહેસાણા એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી તેના ઘરે હાજર છે. જે બાતમી આધારે તપાસ હાથ ધરવામાં આવતા આરોપી તેના ઘરેથી ઝડપાઈ ગયો હતો. જેથી તેની ધરપકડ કરી દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.