ભાભર તાલુકાના બેડા ગામે પેરોલ ફર્લો સ્કોડે વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

December 8, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : ભાભર તાલુકાના બેડા ગામે પેરોલ ફર્લો સ્કોડ પોલીસે મોટી કાર્યવાહી કરી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 437 બોટલ સાથે એક ઈસમની ધરપકડ કરી ઝડપાયેલા મુદ્દામાલની રૂપિયા 95,710 અંદાજવામાં આવી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કડક અમલવારીની સૂચના આપી.

Bhabhar Foreign Liquor Seized Parole Furlough Squad Arrest | પેરોલ ફર્લો  સ્કોડે ભાભરમાં વિદેશી દારૂ ઝડપ્યો: બેડા ગામેથી 437 બોટલ સાથે એકની ધરપકડ -  Bhabhar News | Divya Bhaskar

આ સૂચનાના આધારે આર.એસ.દેસાઈ,પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, વાવ-થરાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ પેરોલ ફર્લો સ્કોડનો પોલીસ સ્ટાફ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરાર આરોપીઓની તપાસ કરી રહ્યો તે દરમિયાન આ.પો.કો.જાલાજી દિવાનજીને ચોક્કસ બાતમી મળી કે ભાભરના બેડા પ્લોટ વિસ્તારમાં રહેતો દિનેશભાઈ પોપટભાઈ ઠાકોર તેના ઘર આગળ આવેલી બંધ સિમેન્ટની ઈંટોની ફેક્ટરીમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે આ બાતમીના આધારે.

Bhabhar Foreign Liquor Seized Parole Furlough Squad Arrest | પેરોલ ફર્લો  સ્કોડે ભાભરમાં વિદેશી દારૂ ઝડપ્યો: બેડા ગામેથી 437 બોટલ સાથે એકની ધરપકડ -  Bhabhar News | Divya Bhaskar

પોલીસે ગઈકાલે મોડી રાત્રે દિનેશભાઈ પોપટભાઈ ઠાકોરના ઘરે રેડ કરી આ રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 437 બોટલો મળી આવી જેની કિંમત રૂપિયા 90,710/- આંકવામાં આવી દારૂ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો આમ કુલ રૂપિયા 95,710/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે દિનેશભાઈ પોપટભાઈ ઠાકોરની ધરપકડ કરી અને દારૂ આપનાર અન્ય ઈસમો વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ભાભર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0