ગરવી તાકાત બનાસકાંઠા : પાંથાવાડા પોલીસે સોડાલ ગામની સીમમાં આવેલા વેરી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક પિકઅપ ડાલામાંથી કુલ રૂ. 10,30,784/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ ચેકિંગ દરમિયાન વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકાસ્પદ રીતે આવતું સફેદ રંગનું પિકઅપ ડાલું (નંબર GJ-01-DZ-8412) દેખાયું હતું. નાકાબંધી જોઈને ચાલકે વાહન થોડે દૂર ઊભું રાખીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વાહનની તપાસ કરતાં દૂધના ખાલી કેરેટ પાછળથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીનની કુલ 2208 બોટલો મળી આવી હતી.

જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત રૂ. 5,30,784/- આંકવામાં આવી છે. પિકઅપ વાહનની કિંમત રૂ. 5,00,000/- ગણીને કુલ રૂ. 10,30,784/- નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણપણે બંધ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાના ભાગરૂપે કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની મોટા પ્રમાણમાં થતી એન્ટ્રી અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.
![]()
પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ ટીમ દ્વારા આ સફળ રેડ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. બારડ, પો.કોન્સ. અમરતભાઈ હાથીભાઈ, પો.કોન્સ. નરસીંહભાઇ નાગજીભાઇ, પો.કોન્સ. વિક્રમસિંહ જબરાજી અને પો.કોન્સ. તેજસભાઇ મોતીભાઇ સહિતની ટીમ સામેલ હતી. પાંથાવાડા પોલીસે ફરાર થયેલા અજાણ્યા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


