— ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના આદેશ અંતર્ગત :
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જિલ્લા માં તેમજ કાંકરેજ તાલુકા માં FHW MPHW FHS MPHS THV TMPHS જેવા સ્ટાફ તા -૦૮/૦૮/૨૨ થી અચોકકસ મુદત ની હડતાળ પર
વિઓ-આજે આનંદવાડી શિહોરી ખાતે કાંકરેજ તાલુકા આરોગ્ય મંડળ ની મિટિંગ મળી જેમાં કોરોના કાળ માં કોરોના માં કામગીરી કરતા ગુજરાત ના 61 જેટલા આરોગ્ય કર્મીઓ શહીદ થયા તેમને કેન્ડલ જલાવી શ્રધાનજલી આપવામાં આવી તેમજ આગામી સમય માં મહાસંઘ ના આદેશ પ્રમાણે પ્રોગ્રામ માં 100 ટકા હાજરી આપવી તેમજ સરકાર માં યોગ્ય રજુઆત થાય જો સરકાર આગળના દિવસ માં જો પ્રશ્નો નું નિરાકરણ નહીં આવેતો ગાંધીનગર ખાતે ધરણાં રેલી ઉપવાસ અને જલદ પ્રોગ્રામ આપવા નું આ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાણવા મળેલ છે.
વિઓ-અત્યારે ગામ લોકો ને કોરોના રસીકરણ સગર્ભા માટેની તપાસ બાળક રસીકરણ, ગામો માં પાણીજન્ય રોગચાળા, શાળા પ્રોગ્રામ ના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે,સાથે મેલેરિયા ટીબી ડાયાબિટીસ બી.પી. ના દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે જે માટે આરોગ્ય કર્મીઓ હમદર્દી દાખવી..તેમજ સરકાર જલ્દી પ્રશ્નો નું નિરાકરણ લાવે તેમાટે ગ્રામ લોકો ને સહકાર આપવા અપીલ કરી..
આ પ્રોગ્રામ મપહેવ ફિહેવ એમ.પી.એચ એસ. ફી.હે.સુ. દરેક સ્ટાફ હાજર રહ્યો હતો.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ