— શ્રાવણ માસના પ્રથમ સોમવારે મંદિરોમાં ભક્તો ઉમટ્યા :
ગરવી તાકાત મહેસાણા : આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવારે છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. કડીમાં આવેલ જ્યોર્તિલિંગના દર્શનાર્થે ભક્તોની ભારે જોવા મળી.
શ્રાવણ માસના સોમવારના દિવસે શિવજીના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવાર થી મંદિરોમાં શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળતું હતું. ભક્તોની લાંબી કતારો શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં જોવા મળી હતી.
કડીના મણિપુર વિસ્તારમાં આવેલ યવતેશ્વર મહાદેવ મંદીર ખાતે આજે શ્રાવણ માસ ના પહેલા સોમવારે ભાવિ ભકતો ની ભીડ જોવા મળી હતી અને વહેલી સવારથી પૂજા અર્ચના અને ભક્તો દર્શનાથે આવી પહોંચયા હતા.અને સાંજે પરંપરાગત રીતે ભગવાન ભોળાનાથ ની મંદિર ના પરિસરમાં પાલખી યાત્રા નિકળી હતી
અને જેમાં દર્શનાથે ગુજરાત રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થીત રહ્યા હતા અને ભોલેનાથ ના દર્શન કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ને પાલખી યાત્રા ના દર્શનાથે આવી પહોચ્યા હતા.અને પાલખીયાત્રામાં માનવ મહેરામણ જોવા મળી આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા- કડી