ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા એલસીબી પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. ટેન્કરમાંથી 32.93 લાખનો દારૂ ઝડપી પાડી એક ઈસમ વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, પાલનપુર તરફથી એક ટ્રેન્કર ગાડી (GJ-06-VV-7191)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ જનાર છે.
બાતમીના આધારે છાપી હાઇવે રોડ શેરપુરા પાટીયા પાસે વોચ દરમિયાન હકીકતવાળી ટ્રેન્કર ગાડી આવતા બનાસકાંઠા એલસીબી પોલીસ ટ્રેન્કર ગાડી રોકવી સાઈડમાં કરી જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 7950 બોટલો ઝડપી પાડી હતી. જેની કિંમત 32 લાખ 93 હજાર 200 રૂપિયા સહીત કુલ 40 લાખ 330 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ ગાડી ચાલક જુજારામ જાટ (રહે. અરણીયાળી તા.ધોરીમન્ના જિ.બાડમેર રાજસ્થાન) વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
:તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


