પાલનપુર ખાતે વોર્ડ નંબર ૧ માં આરોગ્ય વિભાગ અર્બન લક્ષ્મીપુરા દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરાઇ હતી. આ વિસ્તારમાં આવેલા હવાડા અને પાણી ભરાતા હોય તેવા સ્થળોએ દવાનો પણ છંટકાવ કરાયો હતો. પાલનપુર શહેરમાં ઠેકઠેકાણે હવાડા અને અન્ય સ્થળોએ કે જ્યાં પાણી ભરાતાં હોય છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે હાલમાં રોગચાળા નું પ્રમાણ વધી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મચ્છરજન્ય રોગો માં વધારો ન થાય અને લોકો રોગચાળામાં ન સપડાય તે માટે આજે પાલનપુર ના વોર્ડ નં.1માં પોરાનાશક દવાનો છંટકાવ કરીને રોગચાળાને અટકાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારી દરમિયાન લોકોને રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે ચાલુ વર્ષે ફરીથી કોરોનાની ત્રીજી લહેર આવવાની પણ શક્યતાઓ કરવામાં આવી રહી છે ત્યારે આ કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં લોકો અન્ય બીમારીમાં ન સપડાય તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે