બળવાખોરી કરી ચૂંટણી લડનાર ૨૦ ઉમેદવારોમાંથી માત્ર ત્રણ ઉમેદવાર જીત્યાં

December 8, 2022

ગરવી તાકાત, મહેસાણા તા. ૦૮

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ટિકિટને લઈને જોડતોડની નીતિઓ થઈ રહી હતી. જ્યારે પક્ષો દ્વારા નામ જાહેર થતાં જ બળવાખોરી શરૂ થઈ ગઈ હતી. ભાજપમાંથી સૌથી વધુ સીટિંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા હતા. એને પગલે ભાજપમાં જ 19 જેટલાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી. જ્યારે એનસીપીમાંથી કાંધલ જાડેજાએ બળવો કરી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અત્યારસુધીમાં કાંધલ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈની જીત થઈ છે. જ્યારે મધુ શ્રીવાસ્ત્વ સહિત 14 બળવાખોરની હાર થઈ છે, જ્યારે ચાર બળવાખોર દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી છે.

ધવલસિંહ ઝાલાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી વિજેતા બન્યાં
બાયડથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ધવલસિંહ ઝાલા ઠાકોર સમુદાયના નેતા અલ્પેશ ઠાકોરના નજીકના સહયોગી છે. વર્ષ 2017માં ઝાલાએ કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં ચૂંટણી જીતી હતી. જોકે વર્ષ 2019માં ઠાકોર સાથે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યાર બાદ તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે વર્ષ 2019માં ધવલ સિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં બાયડ અને રાધનપુર મત વિસ્તારથી મેદાને ઉતાર્યા હતા. જોકે બંને કોંગ્રેસ ઉમેદવાર જસુ પટેલ અને રઘુ દેસાઇ સામે હારી ગયા હતા. આ વખતે બીજેપીએ ધવલ સિંહ ઝાલાના સ્થાને બાયડ વિધાનસભા મતવિસ્તારથી ભીખી પરમારને મેદાને ઉતાર્યા છે. જેથી ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. તેઓ અપક્ષ ઉમેદવારી કરીને વિજેતા બન્યાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0