ગરવી તાકાત મહેસાણા : એકવાર આંતરાષ્ટ્રીય સાધક શિબિરમાં ગોવા આશ્રમમાં બધા દેશોમાંથી આવેલા સાધકોને તેમના દેશની પ્રમુખ સમસ્યા શું છે? એ પ્રશ્ન પુછવામાં આવ્યો તો ખબર પડી કે બધા દેશોમાં પ્રમુખ સમસ્યા સુરક્ષાન છે. એટલે કે આજે આખાય વિશ્વમાં માનવસમાજ અસુરક્ષાની ભાવનાથી ગ્રસ્ત છે. અને આ સ્થિતિ માનવે જ નિર્માણ કરી છે અને આ સમસ્યાનો ઉકેલ પણ માનવ પાસે જ છે. માનવ ઇચ્છે કે એને કોઇ બહારથી સુરક્ષા પ્રદાન કરી શકે છે તો તે એનો ભ્રમ જ છે. જ્યારે મોટા મોટા સુરક્ષાના ઘેરામાં રહેનારા પણ જ્યારે સુરક્ષિત નથી રહી શકતા તો સામાન્ય મનુષ્ય કેવી રીતે સુરક્ષિત રહી શકે? અસુરક્ષિતતા વાસ્તવમાં એક વિચાર છે જે આજે આખા માનવસમાજમાં વ્યાપ્ત છે. અને આપણે જ્યારે માનવસમાજમાં રહીએ છીએ તો આપણે પણ એવું જ અનુભવીએ છીએ જેવું સમાજ અનુભવે છે. આજે સમાજમાં આજ કારણ હૃદયરોગ ફેલાઇ રહ્યો છે.
મને એકવાર મારી નાની બહેન પ્રશ્ન પુછ્યો હતો દાદા તુ હિમાલયના જંગલોમાં એકલો ફરતો હતો તો ત્યાં ક્યારેય કોઇ જાનવરનો ડર ન લાગ્યો ત્યારે મે ફરી સ્વયંને ચિત્તથી હિમાલયમાં રાખીને ઉત્તર આપ્યો. હિમાલયમાં પ્રત્યેક સ્થાન કોઇને કોઇ મુનિના આભામંડળથી વ્યાપ્ત છે. અને જ્યારે તેઓ કોઇ વિચાર નથી કરતાં તો આપણને પણ કોઇ વિચાર નથી આવતાં. ડર લાગવો પણ એક વિચાર જ છે. મને તો ક્યારેક ક્યારેક લાગે છે. મારી આધ્યાત્મિક પ્રગતિમાં મારી સાધના મારા પ્રવાસ, મારા પુણ્યકર્મોને કારણે જ હુ હિમાલયમાં પહોચી શક્યો. બસ બાકી બધુ તો ઋષિ અને મુનિઓના આભામંડળથી જ પ્રાપ્ત થઇ ગયું. પરંતુ એ અવશ્ય છે કે, એમના આભામંડળમાં પહોંચવા માટે પણ એક આધ્યાત્મિક સ્થિતિ હોવી આવશ્યક છે.
એટલે કે આપણે આપણી આસપાસ જેવુ આભામંડળ બનાવીએ છીએ એવું જ આપણું વિશ્વ બની જાય છે. અને આ નાનકડું વિશ્વ કેવું બનાવવું તે આપણા જ હાથમાં હોય છે. પ્રત્યેક આત્મા પોતાનું અલગ વિશ્વ બનાવી શકે છે. આત્માનું આ આભામંડળનું વિશ્વ એકદમ સુરક્ષિત છે. અંદરથી પણ અને બહારથી પણ, અંદરથી પણ મારો આશય છે. આભામંડળની અંદર રહેતો આત્મા એટલો સશક્ત હશે કે તે શરીર, મન, બુદ્ધિ ઉપર નિયંત્રણ રાખશે અને આત્મહત્યાનો વિચાર પણ આવવા નહી દે. આત્મા સશક્ત હોવો અત્યંત આવશ્યક છે. આત્મા કમજાેર થવાથી જે ડોક્ટર બીજાના શરીરને સાજા કરે છે બીજાના શરીરને મૃત્યુથી બચાવે છે એજ ડોક્ટર આત્મહત્યા કરી સ્વયંના શરીરને નષ્ટ કરી દે છે.
આત્મહત્યા શબ્દ કેટલો ભાવપૂર્ણ છે જે આત્મહત્યા કરનારને પણ સમજાવે છે કે તુ આત્માની હત્યા ક્યારેય પણ ન કરી શકે. તુ ભલે ને કહે હું આત્મહત્યા કરી રહ્યો છું પણ તુ પોતાના આત્માની નહી શરીરની હત્યા કરી રહ્યો છે. આત્મા તો અવિનાશી છે. તુ આત્માની હત્યા કરી રહ્યો છે ..ના તુ ક્યારેય પણ ન કરી શકે. ‘આત્મા એટલે સ્વયં ના હુ ની હત્યા કરે છે. અહંકારી લોકો જ જ્યારે આત્મગ્લાનિમાં જાય છે તો આત્મહત્યા કરી લે છે. અતિ અહંકાર અને અતિ આત્મગ્લાનિ બંને જ બે છેડા છે. મનુષ્યે મધ્યમાં રહેવું જાેઇએ. એટલે કે આભામંડળથી તમને અંદરથી સુરક્ષા પ્રાપ્ત થઇ જાય છે.
આજના તણાવભર્યા જીવનમાં આત્મહત્યાના આંકડા પણ વધી રહ્યા છે. આભામંડળ મનુષ્યને આ અંદરની સમસ્યાથી પણ સુરક્ષિત રાખે છે. આ મારો અનુભવને આધારે કહી શકું છું કે આજે સમર્પણ પરિવારમાં લાખો સાધકો છે પણ કોઇ પણ સાધકે આજ સુધી આત્મહત્યા નથી કરી. પ્રત્યેક સાધક પોતાના સદ્ગુરુ સાથે પોતાને વ્યકિતગત રૂપે જાેડાયેલો અનુભવ છે. અને માધ્યમનો પણ પ્રત્યેક સાથે નિજી, આત્મીય સંબંધ છે અને આ સંબંધ દર વર્ષે વધી જ રહ્યા છે. સદ્ગુરુનું શરીર દેખાય છે પણ શરીર સાથેના સંબંધ દેખાતા નથી, ચૈતન્યના રૂપમાં અનુભવ થાય છે. પરંતુ તે બધા સંબંધો આત્મીયરૂપે છે. જ્યારે આપણે પણ સ્વયંને આત્મા સમજીએ છીએ તો તે આપણને પણ અનુભવ થવા લાગે છે. પ્રત્યેક સાધક એક સદ્ગુરુ ઉપર ચિત્ત રાખીને લાખો પવિત્ર આત્માઓની સામુહિકતા અનુભવે છે. આટલા લાખો આત્માઓ સાથે જાેડાયેલ સાધકનો શરીરભાવ નગણ્ય રહી જાય છે.
જ્યારે શરીરભાવ જ ન રહ્યો તો શરીરને નષ્ટ કરવાનો તો પ્રશ્ન જ નથી. અને આ જ કારણ છે કે કોઇ પણ સાધકે આજ સુધી આત્મહત્યા નથી કરી. એટલે કે પ્રત્યેક સાધક અંદરના ઘાતથી સુરક્ષિત છે. બીજુ પ્રત્યેક સાધક એ પણ જાણે છે કે આ એનો છેલ્લો જન્મ છે. જે પણ કર્મો ભોગવવાના છે તે આ જન્મમાં ભોગવી લો. આત્મહત્યા કરી તો તે કર્મો ભોગવવા માટે નવો વધુ એક જન્મ અનાવશ્યકરૂપે લેવો પડશે. આ જ કરાણે કોઇ પણ પરિસ્થિતિ હોય તે ભોગવે છે પણ આત્મહત્યાનો વિચાર પણ ક્યારેય નથી કરતો. અને આ વિચાર માધ્યમ નથી કરતું તો એની સાથે જાેડાયેલા આત્મ પણ ક્યારેય નથી કરી શકતા. પ્રત્યેક મનુષ્યે પોતાના પૂર્વ કર્મના ભોગ તો ભોગવવાના જ છે. બસ પાણીનો ગ્લાસ બનીને ભોગવવા છે કે ગંગા નદીનું પાણી બનીને એ પ્રશ્ન છે.
પૂર્વજન્મમાં શરીરથી સન્યાસ લીધો હતો. સાધુ બન્યા હતા. આખો સમાજ ઘરબાર સગાસંબંધી બધુ સન્યાસ લઇને છોડી દીધું હતું. આખુ જીવન સાધુ બનીને સાધનામાં લગાડી દીધું હતું. તે પણ માત્રને માત્ર મોક્ષની પ્રાપ્તિ માટે પરંતુ આ બધુ કર્યુ શરીરના સ્તર ઉપર ચિત્ત તો સંસારમાં જ હતું. મોહમાયા છૂટી ન હતી. રૂપપરિવર્તન થયું હતું. દીકરાનો મોહ ન હતો પણ શિષ્યોનો હતો. દીકરાની જગ્યા શિષ્યોએ લઇ લીધી. શરીરને કામથી અલગ રાખવામાં સફળતા પ્રાપ્ત કરી પણ ચિત્તને અલગ ન કરી શક્યા. આ જ ચિત્તની અતૃપ્તિએ આ જીવનમાં સાધક બનાવ્યાં છે.
અને એજ અતૃપ્તિને ભોગવવા માટે ફરી સંન્યાસમાંથી પરિવારમાં આવ્યા છો. પૂર્વજન્મમાં જે સાધના કરી અને જે કારણે આ જન્મમાં અનુભૂતિને પ્રાપ્ત થયા છો. ગત જન્મની અતૃપ્તિને લીધે આ જન્મમાં આવવું પડ્યું છે. સાધુ તો તમે પૂર્વજન્મથી જ છો. સાધનારત તો તમે પૂર્વજન્મથી જ છો. ગયા જન્મમાં ચિત્તની અતૃપ્તિને લીધે મોક્ષપ્રાપ્તિ ચૂકી ગયા. હવે આ જન્મમાં તે પણ થઇ ગઇ. હવે જાે જાગો અને આ જીવનમાં પોતાના માનવજન્મનું લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ કરો.
આ બધી વાતો તમારા જ આભામંડળ દ્વારા હુ જાેઇ રહ્યો છું. પરંતુ એ તમે અનુભવ પણ કરી શકો તો પણ બહુ છે. તમારા આભામંડળનો સંબંધ તમારા ચિત્ત સાથે છે. તમારું ચિત્ત ક્યાં રહે છે, ચિત્ત બહાર રહે છે કે અંદર રહે છે, તમારુ ચિત્ત નાશવાન વસ્તુઓ પર રહે છે કે શાશ્વત વસ્તુઓ પર છે. તમારુ ચિત્ત કેટલું પવિત્ર અને શુદ્ધ છે. આ બધાનો પ્રભાવ તમારા આભામંડળ ઉપર પડે છે. વિચાર એ સાધન છે જેના પર બેસીને ચિત્ત યાત્રા કરે છે. આપણને પહેલા કોઇ સ્થાનનો વિચાર આવે છે. પછી આપણું ચિત્ત પણ એ સ્થાન ઉપર પહોંચી જાય છે. આભામંડળ પણ આપણું એક પ્રકારનું શરીર જ છે. પણ તે સૂક્ષ્મરૂપમાં હોય છે દેખાતું નથી અનુભવાય છે.
સમાજમાં નિર્વિચારિતાની સ્થિતિને ધ્યાન સમાજવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં નિર્વિચારિતાની સ્થિતિ એ સ્થિતિ છે જે સ્થિતિમાંથી ધ્યાનમાં જવામાં આવે છે. પરંતુ નિર્વિચારિતાની સ્થિતિ ધ્યાન નથી. નિર્વિચારિતાની સ્થિતિ ભજન ગાઇને નૃત્યુ કરીને, વાદ્ય વગાડીને પણ પ્રાપ્ત કરી શકાય છે. આ બધુ શરીરના સ્તર ઉપર થાય છે અને અસ્થાયી હોય છે. નિર્વિચારિતાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જીવંત ગુરુની જીવંત અનુભૂતિની આવશ્યકતા નથી હોતી. જીવંત ગુરુ એક માધ્યમ છે. આ માધ્યમ સમયે સમયે બદલાતું રહે છે. અને પ્રત્યેક સમયે પરમાત્માની શક્તિઓ એમના માધ્યમોથી ધરતી ઉપર અવતરિત થતી જ રહે છે. સાચું જ છે પરમાત્મા અવિનાશી શક્તિ છે. કાલે પણ હતી આજે પણ છે અને કાલે પણ રહેશે. બસ પરમાત્માનું સ્વરૂપ એક જ છે.
પરમાત્માનું રૂપ પ્રત્યેક સમય સમયની આવશ્યકતા અને સ્થિતિ સાથે બદલાતું રહે છે. આ બરાબર એવું જ છે, જેમ દવા બનાવનારી કંપનીઓ પોતાની દવા વેચવા માટે નવા નવા આકર્ષક પેકિંગ લાવતી રહે છે. પરંતુ ડોક્ટર જાણકાર હોય છે, એને દવાની જાણકારી હોય છે. તે પેકિંગ અને રૂપ નથી જાેતાં અંદરની દવા જોવે છે અને એ જ લખે છે. એને ખબર છે પેકિંગ તો નવું નવું આવે છે. અંદરની દવા તો એજ છે તમે પણ ડોક્ટરને ગુરુ બનાવો. પરમાત્મારૂપી દવાને ઓળખો દવાનું પેકિંગ જ બદલાયું છે દવા એજ છે, એજ છે એજ છે.
માધ્યમની ભાષા સંકેતની હોય છે કારણ કે તે પણ પોતાની સીમમાં જ રહે છે. તે સંકેત જ આપી શકે છે. સમજાે કે ન સમજાે, એને કાંઇ લેવાદેવા નથી. એ તો પોતાની જ મસ્તીમાં એક સ્વચ્છ પવિત્ર ઝરણાની જેમ એક જ સ્થાનની સીમામાં વહેતુું જ રહે છે. કોઇ આવીને સ્નાન કરે કે ન કરે. એનાથી એને કોઇ ફેર નથી પડતો. વાસ્તવમાં વહેવું એનો સ્વભાવ હોય છે. જીવંત સદ્ગુરુ પણ ચૈતન્યનું એ ઝરણું છે જેને સમર્પિત થતાં તે અનુભૂતિનું સ્નાના કરાવી દે છે.
અનુભૂતિ જ પ્રારંભ છે અને અનુભૂતિ જ અંત છે. અનુભૂતિ પ્રારંભ એ અર્થમાં છે કારણ કે આત્માની પરમાત્મા તરફની યાત્રા જ અનુભૂતિથી પ્રારંભ થાય છે. મનુષ્ય આ અનુભૂતિ સુધી પહોચવામાં જ કેટલાય જન્મો લઇ લે છે. કેટલાય આત્માઓ અનુભૂતિને પ્રાપ્ત કરવામાં અધિક સમય લઇ લે છે. તો કેટલાય આત્મા અનુભૂતિને પ્રાપ્ત કરીને એનો અહેસાસ કરવામાં જ અધિક સમય લઇ લે છે. સામાન્ય રીતે આકરી સાધના અને તપસ્યા પછી જેમને અનુભૂતિ પ્રાપ્ત થાય છે તે એનું મહત્વ જલ્દી સમજી શકે છે. પરંતું પૂર્વજન્મના સારા કર્મોન કારણે જેઓ અનુભૂતિ પ્રાપ્ત કરે છે તેઓ અનુભૂતિનો અહેસાસ જ નથી કરી શકતા કે એમને શું મળ્યું છે કારણ કે, અનુભૂતિ સાધના અને તપસ્યાથી નથી મળી પુણ્યકર્મોથી મળી છે. આ મુખ્યરૂપ અંતર હોય છે. આજ કારણ છે કે અનુભૂતિ મેળવવી જ પુરતુ નથી એનો અહેસાસ થવો પણ આવશ્યક છે.
નિર્વિચારિતાની સ્થિતિ પ્રાપ્ત થતાં આભામંડળનું નિર્માણ પ્રારંભ નથી થતું કારણ કે, નિર્વિચારિતાની સ્થિતિ તો કેવળ આજ્ઞાચક્ર સુધીની યાત્રા કરવાથી પણ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ ધ્યાનનો પ્રારંભ સહસ્ત્રારચક્ર ઉપર પહોંચીને પ્રારંભ થાય છે. આભામંડળ એક પ્રકારનું ચૈતન્યનું સુરક્ષાકવચ જ હોય છે જે શરીરને અંદર અને બહાર બંન્ને તરફથી સુરક્ષા પ્રદાન કરે છે. કોઇ પણ પ્રકારનો વાઇરસ (વિષાણું) એને તોડીને (ભેદીને) અંદર નથી આવી શકતો. આપણે સહું આપણા ઘરમાં લપાઇને બેસી શકતા હતા પણ ડોક્ટરે આ સ્વાઇન ફલુના દર્દીઓની પાસે રહીને ઇલાજ કરવાનો હતો એટલે કે સામાન્ય મનુષ્ય કરતાં અધિક ખતરો ડોક્ટરને હતો.
ડોક્ટર સ્વાસ્થય સૈનિક છે જેમણે સદૈવ સીમા ઉપર જઇને જ લડવું પડે છે એટલા માટે મને ડોક્ટરની વધારે ચિંતા હોય છે અને ડોક્ટરના સ્વાસ્થય ઉપર જ સમાજનું સ્વાસ્થય નિર્ભર હોય છે. (ક્રમશ)