બીબીએ અને બીસીએ કોલેજમાં નશાબંધી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

October 8, 2022

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરના પરિસરમાં તારીખ 8 ઓક્ટોબર, 2022 શનિવારના રોજ નશામુક્ત ભારતનું ઘડતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ શ્રીમતિ એસ. બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (બીબીએ અને એફડીએમ), વિસનગર; શ્રી સી. જે. પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ (બીસીએ), વિસનગર તથા નશાબંધી અને આબકારી ખાતું, મહેસાણા; સક્રિયપણે સહભાગી રહ્યા હતા. આ કાર્યક્રમને અનુલક્ષી વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકિંગ તેમજ નાટક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં બીબીએ, એફડીએમ તથા બીસીએના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય નશામુક્તિ ને ધ્યાનમાં રાખીને આયોજિત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉમદા કાર્યને સફળ બનાવવા ઈન્સ્પેક્ટર શ્રીમતિ દીપિકાબેન પટેલ અને એસ. પી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી. ડી. જે. શાહ, રજિસ્ટ્રાર શ્રી તેમજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. જયશ્રી દત્તા હાજર રહ્યા હતા. અતિથિવિશેષગણ દ્વારા નશામુક્ત ભારત વિષય અનુલક્ષીને પ્રભાવશાળી વક્તવ્ય સંબોધિત કરાયા હતા.

દરેક સ્પર્ધામાં નિર્ણાયકશ્રીઓએ વિષયશૈલી, કલાત્મકતા, રજૂઆત જેવા પરિમાણોને ધ્યાનમાં રાખીને પ્રતિસ્પર્ધીઓને ક્રમાંક આપ્યા હતા. અનુક્રમે પ્રિયાંશી શર્મા બીબીએ પ્રથમ ક્રમે, માનસી લુહારીયા બીસીએ બીજા ક્રમે તેમજ પ્રિયાંશી પટેલ બીસીએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. યુવાધનને નશાથી મુક્ત કરવા અને તે તરફ ના વળવા માટેના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરી સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0