સાંસદ શારદાબેન પટેલની આગેવાનીમાં ONGC હાઈ પાવર કમિટીની બેઠક મળી

March 10, 2023

સાંસદ શારદાબેનના અધ્યક્ષ સ્થાને મળેલી હાઈ પાવર કમિટીમાં ખેડૂતોના હિતમાં અગત્યના નિર્ણયો લેવાયા

ગરવી તાકાત, મહેસાણા તા. 10-  ઓ.એન.જી.સી માં ભાડા પટ્ટે હંગામી ધોરણે સંપાદન થયેલી જમીન માટે ચુકવાતા ભાડામાં સાંસદશ્રી શારદાબેન પટેલ ની અધ્યક્ષતા માં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો. વર્ષ ૨૦૨૧ થી ૨૪૦૦ રૂપિયા પ્રતિ ગુંઠા માંથી વધારીને ૩૦૦૦ રૂપિયા પ્રતિ ગુંઠા કરવામાં આવ્યો હતો. 

ફરી એક વાર ઓ.એન.જી.સી માં ભાડા પટ્ટે હંગામી ધોરણે સંપાદન થયેલી જમીન માટે ખેડૂત ને મળતા ગુંઠા દીઠ ૩૦૦૦ રૂપિયામાં વધારો કરવા માટે માનનીય સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા આગળ ની મિટિંગમાં જણાવ્યું હતું. જેના પછી ઓ.એન.જી.સી દ્વારા ભાડા વધારો કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આજની મિટિંગમાં ગુંઠા દીઠ ભાડામાં ૧૦% નો વધારો જાહેર કરાયો. મતલબ કે ૧લી એપ્રિલ થી હવે ખેડૂતો ને ગુંઠા દીઠ ૩૩૦૦ રૂપિયા એટલે કે ૧ વીઘાના અંદાજે ૭૮૦૦૦ રૂપિયા થી વધારે ભાડા પેટે ઓ.એન.જી.સી ચૂકવશે અને સાથે સાથે પ્રતિ વર્ષ ભાડામાં ૫% ના વધારા નો પણ ઐતિહાસિક નિર્ણય જાહેર કરાયો.

ઓ.એન.જી.સી CSR ફંડ નો ઉપયોગ જ્યાં તેલના કૂવા આવેલા હોય તેવા પ્રભાવિત વિસ્તારમાં જ કરવો અને સૌથી વિશેષ શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી કામોમાં ફંડ વાપરવા સાંસદ શ્રી એ સૂચન કર્યું હતું.  ઓ.એન.જી.સી અને ખેડૂતો વચ્ચે જે પણ કોર્ટ કેસો ચાલે છે તે કેસો માટે લોક અદાલત ની રાહે ઝડપ થી નિકાલ કરવા સાંસદ શ્રી દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું જે સૂચન ઓ.એન.જી.સી અધિકારીશ્રીઓ ને પણ પસંદ આવ્યું હતું અને તે દિશામાં આગળ વધવા માટે લીગલ ડિપાર્ટમેન્ટ ની સલાહ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ સિવાય આજની મિટિંગમાં ઓ.એન.જી.સી ને લગતા ખેડૂતો ના પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી. ખેડૂતો વતી સાંસદશ્રી શારદાબેન દ્વારા વિવિધ પડતર પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવતા ઓ.એન.જી.સી અધિકારીશ્રી ઓ એ ખુબ જ હકારાત્મક અભિગમ સાથે તમામ પ્રશ્નો નો ઝડપ થી નિકાલ કરવાની ખાતરી આપી હતી.
જીલ્લા કલેક્ટર શ્રી એમ. નાગરાજન જી એ પણ ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે તેમની કચેરી દ્વારા કરવામાં આવતી પ્રક્રિયામાં હકારાત્મક અભિગમ સાથે કામ કરવામાં આવશે અને સાચા અરજદારો ને કોઈ તકલીફ નહિ પડે તેવી ખાતરી આપી હતી.

આજની મિટીંગ સાંસદ શ્રી શારદાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ઓ.એન.જી.સી ના એસેટ મેનેજર શ્રી સુદીપ ગુપ્તા અને અન્ય અધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી એમ. નાગરાજન, ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી અને સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા નિયુક્તિ આપેલા હાઈ પાવર કમિટી ના સભ્યો હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0