સતલાસણા-ભાટવાસ રોડ પર ક્રેનના ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ

June 14, 2024

સતલાસણાથી ભાટવાસ રોડ પર એક્ટિવા લઈ પસાર થઈ રહેલા બે લોકોને અકસ્માત નડ્યો

રોડ પર જઈ રહેલ બેફામ ક્રેન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

ગરવી તાકાત, સતલાસણા તા. 14 – સતલાસણાથી ભાટવાસ રોડ પર એક્ટિવા લઈ પસાર થઈ રહેલા બે લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. રોડ પર જઈ રહેલ બેફામ ક્રેન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું મોત જ્યારે એકને ઈજા પહોંચી હતી. સમગ્ર કેસમાં સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

સતલાસણા તાલુકામાં ભાટવાસ ખાતે આવેલા બારોટ વાસમાં રહેતા જીગર ભાઈ બારોટ સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓના મામાના દીકરા યોગેશ ભાઈ બારોટ અને ફરિયાદીના પિતા વસંત કુમાર એક્ટિવા લઈને સતલાસણાથી ભાટવાસ આવી રહ્યા હતા. એ દરમિયાન એક્ટિવા ફરિયાદીના મામાના દીકરા બારોટ યોગેશ ભાઈ ચલાવી રહ્યા હતા. જ્યાં ભાટવાસ સ્મશાન નજીક આવતા ક્રેન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

સામેથી આવી રહેલા ક્રેન ચાલકે પોતાની ક્રેન બેદરકારી પૂર્વક ચલાવી એક્ટિવાને ટકકર મારતા એક્ટિવા પર સવાર બે લોકો રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં એક્ટિવા પાછળ બેસેલા વસંતકુમારને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ચાલકને પગે વાગ્યું હતું. સમગ્ર ઘટનામાં ફરિયાદીને અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજા પામેલા પિતાને ગાડીમાં બેસાડી સતલાસણા સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર કેસમાં સતલાસણા પોલીસ મથકમાં ક્રેન ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. જોકે, ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ક્રેન ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0