લગ્નમાં જઇ રહેલા બે ભાઇઓના બાઇક વચ્ચે કૂતરું આવતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત 

April 23, 2023
મોતરુપી કાળ બનીને આવેલું કૂતરું એક ભાઇ માટે મોતનું કારણ બન્યું 
વિજાપુરના ખરોડ પાસે બાઇક લઇ જઇ રહ્યા હતા દરમિયાન કૂતરું વચ્ચે આવી જતાં ગમખ્વાર અકસ્માત 
વિજાપુર તાલુકાના રણસીપુર ગામના બે ભાઇઓમાંથી એકનું મોત એક ગંભીર હાલતમાં  
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – મહેસાણા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝારનો દોર યથાવત રહ્યો છે જ્યાં વિજાપુર તાલુકાના રણસીપુર ગામના ઠાકોર બે કુટુંબી ભાઇ બાઇક પર જઇ રહ્યાં હતા. આ દરમિયાન મોતનો કાળ બનીને આવેલું કૂતરું એકાએક બાઇક વચ્ચે આવી જતાં બાઇક સવાર બંન્ને નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચતાં એકનું મોત જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. 
પ્રાપ્ત થતાં એહવાલ મુજબ વિજાપુર તાલુકાના રણસીપુર ગામે રહેતા ઠાકોર રંગુજી તથા ઠાકોર રાજુજી બે કૌટુંબિક ભાઇ પોતાના મોટર સાયકલ નંબર GJ02CR2241  પર તેમના સગાના લગ્નમાં જઇ રહ્યાં હતા. જ્યાં આ ભાઇઓને લગ્નમાં જવાનો હરખ સમાતો ન હતો પરંતુ ન જાણ્યું જાનકી નાથે કે આગળ શું થવાનું છે તે મુજબ બંન્ને ભાઇ વિજાપુર તાલુકાના ખરોડ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.
આ દરમિયાન કાળ બનીને આવેલું કૂતરું એકાએક વચ્ચે આવી જતાં બંન્ને ભાઇએ બાઇક પરથી કાબુ ગુમાવતાં નીચે પટકાયાં હતા. જેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં લોકોનું ટોળું ભેગું થઇ જતાં તેઓને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બાઇક પાછળ બેઠેલ ભાઇનું તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે લાડોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, રોડ ઉપર વાહનોને લઇને જતાં વચ્ચે કૂતરું આવી જવાની અનેક ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હોવાનો દાખલા પણ પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યાં છે. તાજેતરમાં જ સતલાસણા નજીક કૂતરું વચ્ચે આવી જતાં મોતની ઘટના બનવા પામી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0