કેદારનાથ જતાં રુદ્રપ્રયાગ પાસે ભૂસ્ખલન થતાં સ્વીફટ કાર દબાઇ જતાં ચાર ગુજરાતી યુવકો સહિત પાંચ કાળના કોળિયા

August 12, 2023

સ્વીફ્ટ કાર ભાડે રાખી હરિદ્વારથી કેદારનાથ જવા અમદાવાદનો ત્રણ અને ખેડાના મહેમદાવાદનો એક મળી કુલ ચાર મિત્રો ઉત્તરાખંડ ફરવા ગયા હતા 

ગરવી તાકાત, તા. 12-  10 ઓગસ્ટના રોજ હિરદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતા એક સ્વિફ્ટ કાર નીચે દબાઈ ગઈ હતી. જેમાંથી પાંચ મૃતદેહો મળ્યા હતા. આ પાંચમાંથી 4 ગુજરાતી યુવકો હતા. હરિદ્વારથી કેદારનાથ જતી વખતે ભેખડો ધસી પડતાં ગુજરાતી યુવકોની કાર દબાઈ ગઈ, અંદર સવાર ગુજરાતના 4 મિત્ર સહિત 5નાં મોત નિપજ્યા છે. મૃતકોની યાદીમાં ગુજરાતનાં જીગર આર મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનિષકુમાર નામ સામેલ છે, આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમાર પણ મોત થયું છે.

ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા ગયેલા ગુજરાતના 4 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદના ઘોડાસરના 3 અને ખેડાના મહેમદાબાદના 1 સહિત કુલ 5 લોકો મોતને ભેટ્યા છે… 4 ગુજરાતી લોકો ઉત્તરાખંડ ફરવા ગયા હતા. ત્યારે ભારે વરસાદ બાદ રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે ભૂસ્ખલન થયુ હતુ. જેમાં તેમની કાર પથ્થરોના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ NDRF  રેસ્ક્યૂ માટે પહોંચી હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે આ બનાવનામાં ઘોડાસરના 3 લોકો અને એક મહેમદાબાદના વ્યક્તિનું મોત થયુ છે. જેમાં ઘોડાસરના વશિષ્ઠ નગરના 42 વર્ષિય જીગર મોદી, 38 વર્ષિય મહેશ દેસાઈ અને  35 વર્ષિય કુશલ સુથારનું મોત થયુ છે. જ્યારે ખેડાના મહેમદાબાદના વતની 51 વર્ષીય દિવ્યેશ પારેખ પણ મોતને ભેટ્યા છે.

અમદાવાદના ઘોડાસર અને ભાડવાતનગરના બે યુવકો અને સ્મૃતિમંદિર પાસે રહેતા ચાર યુવાનો તેમજ મેહમદાવાદમાં રહેતો યુવક સહિત ચાર હરિદ્વાર ગયા હતા. ત્યાંથી તેઓ કેદારનાથ રુદ્રપ્રયાગ જવા નીકળ્યા હતા. રસ્તામાં નજીક જામતારાના તરસાલી ગામ નજીક ભુસ્ખલન થતા તેમની કાર માટીના કાળમાળ નીચે દબાઈ ગઈ હતી. 24 કલાક બાદ કાટમાળ હટાવાતા ચારેય યુવકો સહિત હરિદ્વારના મિન્ટુ કુમારનું અકસ્માત થતા કરુણ મોત નિપજ્યાં છે.

કરુણ બાબત તો એ છે કે, ઘોડાસરમા ન્યું આરતી સોસાયટીમાં રહેતા કુશલ સુથાર (ઉંમર ૩૫ વર્ષ), નો આજે જન્મદિવસ પણ છે. તેની સાથે ભાડવાતનગરનો જીગર મોદી અને સ્મૃતિમંદિર પાસે રહેતો મહેશ દેસાઈ કેદારનાથ ગયો હતો. જ્યારે મહેમદાવાદ દિવ્યેશ પારેખ પણ તેમની સાથે હતો. ચારે યુવકો પાંચ દિવસથી ચારધામની યાત્રા કરવા કારમાં નીકળ્યા હતા.

તમામ યુવકો 8 ઓગસ્ટના રોજ મુસાફરીએ નીકળ્યા હતા. 10 ઓગસ્ટના રોજ સાંજે કેદારનાથ ધામ પહોંચાવતા ગુપ્તાકાશી ગૌરીકુંડ હાઈવે ચોકી પર તરસાલી પાસે પહાડી પરથી એક મોટી ચટ્ટાન નીચે રસ્તા પર પડી હતી. જેને કારણે આખો રસ્તો બંધ થઈ ગય હતો. એક દિવસ સુધી રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ હતી. જેમાં સામે આવ્યું કે, માટીના કાળમાળમાં UK 07 TB 6315 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર અંદર દબાઈ ગઈ હતી. 24 કલાક બાદ માટીના થર હટાવતા કારમાં પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. પાંચેયના મૃતદેહો કારમાંથી બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતા જ એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ તથા સ્થાનિક ટીમ રેસ્ક્યૂ કામગીરીમાં લાગી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0