સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યુનીટી માર્ચ પદયાત્રા યોજાઇ…

November 20, 2025

-> કાંસા ચોકડી,વિસનગર ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું :

-> ભારતના રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકાને ઉજાગર કરવા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન- ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ 

-> સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને અનુરોધ કરતા મંત્રી :

-> પદયાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક સ્થળોએ કુમકુમના તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું :

ગરવી તાકાત મહેસાણા : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. જેના ભાગરૂપે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કાંસા ચોકડી, વિસનગર ખાતે યુનીટી માર્ચ પદયાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે કાંસા ચોકડી ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આ દેશ પર 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું હતું.

અંગ્રેજોના આ શાસનમાંથી મુક્તિ અપાવવા ગુજરાતના બે સપૂતો પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલે એ સમયે દેશનું નેતૃત્વ લઇ દેશને આઝાદી અપાવવા માટે અનેક સત્યાગ્રહો કર્યા હતા અને આ સત્યાગ્રહો થકી આજે આપણે આઝાદીના મીઠા ફળ આરોગી રહ્યા છીએ.  સરદાર વલ્લભભાઈ પટેલ Sઆવા વિચારોને લોકો સમક્ષ લઈ જવા અને ભારતના રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલની જે ભૂમિકા રહી છે તે ભૂમિકાને ઉજાગર કરવા આજે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. આજનો આ પ્રસંગ એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા માટે નાગરિકોને પ્રેરિત કરવાનો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરદાર પટેલનું જીવન સંઘર્ષમાં રહ્યું છે.

તેઓ દેશ સેવા માટે સતત સેવારત હતા. સરદાર પટેલે અનેક એવા નિર્ણયો લીધા છે જે દેશને હંમેશા યાદ રહેશે. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાના એકીકરણ વખતે સરદારની જે ભૂમિકા રહી છે તે દેશ સદીઓ સુધી યાદ રાખશે. આવા સરદાર પટેલના કાર્યોને લોકો આજીવન યાદ રાખે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું અને વિશ્વને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો. આ પ્રસંગે મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વદેશી અભિયા.

ન અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યુનિટી માર્ચ સંદર્ભે વિવિધ શાળાઓમાં યોજાયેલી વકતૃત્વ, ચિત્ર સહિતની સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વક્તા શ્રી શ્રદ્ધાબેન રાજપૂતે આઝાદીના સંસ્મરણો સરદાર પટેલના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ વિશે લોકોને વિગતવાર જાણકારી આપી હતી. આ પદયાત્રા કાંસા ચોકડીથી થલોટા,

રામપુરા કાંસા, કાંસા ગામ થઈ કાંસા એન. એ. વિસ્તારમાં પહોંચી હતી ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ કુમકુમના તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પદયાત્રામાં નગરપાલિકા પ્રમુખશ્રી ઉત્તમભાઈ પટેલ, APMC ચેરમેનશ્રી જયંતીભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ હસરત જૈસમીન, પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડા, અગ્રણી સર્વે શ્રી મહેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ, યુવાનો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0