— ચરાડા ખાતે ચૌધરી સમાજના ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહનો ઇતિહાસ રચાશે :
— માણસાના ચરાડા ખાતે ૧૫ નવેમ્બરે અર્બુદા સેનાનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાશે :
— સ્વ. માનસિંહભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે અર્બુદા સેના દ્વારા ભવ્ય આયોજન :
ગરવી તાકાત મહેસાણા : માણસાના ચરાડા ખાતે યોજાનાર ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહનો ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાંથી લાખોની સંખ્યામાં ચૌધરી સમાજ તેમજ વિપુલભાઇ ચૌધરી સમર્પિત અર્બુદા સેનાના કાર્યકરો સહિત લાખોની જનમેદની આ ભવ્ય સ્નેહમિલન સમારોહમાં ઉમટી પડશે.
માણસાના ચરાડા ખાતે ચૌધરી સમાજનું વિપુલભાઇ ચૌધરીની અર્બુદા સેનાનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું ૧૫ નવેમ્બર મંગળવારે એમ.પી ચૌધરી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. માનસિંહભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે અર્બુદા સેના દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાશે. આ સમારોહમાં લાખોની સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો તથા ચૌધરી સમાજ ઉમટી પડશે. ચૌધરી સમાજ દ્વારા કરાયેલા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં તમામ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના પરિવારો અને અર્બુદા સેનાના કાર્યકરો આગેવાનોની જનમેદની સમગ્ર ચરાડા ગામ ખાતે ઉમટી પડશે. વિપુલભાઇ ચૌધરી સમર્પિત અર્બુદા સેના બનાવ્યાં બાદ અર્બુદા સેનાના કાર્યકરો આગેવાનોની સંખ્યામાં સતત વધારો થતાં અર્બુદા સેના એક સ્થંભની જેમ મજબૂત બની રહી છે.
માણસાના ચરાડા ખાતે આવેલા મેદાનમાં ચા-પાણી, નાસ્તા, જમવાની તેમજ વાહન પાર્કિગની પણ અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ચરાડા ખાતે યોજાનાર ચૌધરી સમાજના આ ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહનો ઇતિહાસ રચાશે. સાથે સાથે વિપુલભાઇ ચૌધરી શિવસેનાના બાલાસાહેબ ઠાકરેની જેમ કિંગ મેકર બને તેવી અર્બુદા સેનાના યુવાનોની આંતરિક લાગણી છે.
નોંધનીય છે કે, દૂધસાગર ડેરીમાં વિપુલભાઇ ચૌધરી સાથે કરેલા અન્યાય અને ચૂંટણી ટાણે વિપુલભાઇ રાજકિય કિન્નાખોરીનો ભોગ બનાવી જેલમાં પુરવામાં આવ્યાં છે જેનો અર્બુદા સેના દ્વારા સરકારનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપુલભાઇ ચૌધરી પોતે ભાજપના સંનિષ્ઠ આગેવાન હોવા છતાં કાવતરાનો ભોગ બનાવી વિપુલભાઇ ચૌધરી સાથે અન્યાય કરવામાં આવ્યો છે જેને અર્બુદા સેના સખ્ત શબ્દોમાં વખોડી રહી છે.