માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે : સાંકળચંદ પટેલ યુનિવેર્સિટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન

September 17, 2022

ગરવી તાકાત મહેસાણા : ઉત્તર ગુજરાતનાં પનોતા પુત્ર લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના ૭૨માં જન્મદિવસ નિમિત્તે સાંકળચંદ પટેલ યુનિવેર્સિટી દ્વારા નુતન જનરલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મહિલાઓ માટે મેમોગ્રાફી તેમજ પેપ ટેસ્ટ તદ્દન ફ્રી કરી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કેમ્પમાં વિસનગરના નાગરિકો, યુનિવર્સિટિના વિધ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૭૨ બૉટલ રક્તદાન તેમજ ૨૫૦ મહિલાઓને મેમોગ્રાફી તથા પેપ ટેસ્ટ મફત કરી આપવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મહેસાણા જીલ્લાના સાંસદ માનનીય શારદાબેન પટેલ, ગુલાબનાથ આશ્રમના મહંતશ્રી શંકરગીરી બાપુ, યુનિવર્સિટિના પ્રેસિડેંટશ્રી પ્રકાશ પટેલ, તથા ટ્રસ્ટીશ્રીઓ, વિસનગરના આગ્રણીઓ, રોટરી ક્લબ, સ્માઇલ ગ્રૂપ, નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારો, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, રજીસ્ટ્રાર, ડીન, પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ હાજર રહેલ. આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે મહેસાણા લોકસભા સાંસદશ્રી શારદાબેન, મહંત શંકરગીરી બાપુ, શ્રી પ્રકાશ પટેલ અને મહાનુભાવોની હાજરીમાં કેક કાપી ઉત્સાહ પૂર્વક માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

યુનિવર્સિટિ કેમ્પસમાં આસ્થા ઔદ્યોગીક સહકારી મંડળીના સહયોગથી બેકરી શોપનું ઉદ્ધાટન મહંતશ્રી શંકરગીરી બાપુ દ્વારા કરવામાં આવેલ. તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, બહેનો માટે મેમોગ્રાફી (સ્તન કેન્સર તપાસ નિષ્ણાત ડોક્ટર દ્વારા) અને પેપ સ્મિયર ટેસ્ટ (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ).આજનાં દિવસે દર્દીઓને હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નિદાન, સારવાર ૧૦૦૦થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ફ્રૂટ વિત્તરણ, વિજાપુર તાલુકાના લાડોલ ગામે મેગા સર્વરોગ નિદાન કેમ્પ જેવા વિવિધ સેવાકીય અને આરોગ્યને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૩૫૦થી વધુ દર્દીયોની તપાસ કરવામાં આવી.

આ કાર્યક્રમ દ્વારા સંસ્થાના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટીગણ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવારે અંત:કરણ પૂર્વક શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આરોગ્ય સારું જળવાઈ રહે, સ્વસ્થ અને દીર્ઘાયુ બને તેવી શુભેચ્છા પાઠવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને ગુજરાત તથા ભારતનો સર્વાંગી વિકાસ કરી વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરી વિશ્વકક્ષાએ પણ અમૂલ્ય યોગદાન આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

અને દેશ તથા વિશ્વના સર્વાંગી વિકાસમાં પથદર્શક બની અમૂલ્ય યોગદાન આપતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના આ કાર્યક્રમમાં યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સેવાકીય કાર્યમાં યોગદાન આપવા બદલ સંસ્થાનાપ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણે અંત: કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0