ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરવાની છે. ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરવાના છે. ભાજપ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
પેજ પ્રમુખને આપશે માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં પેજ પ્રમુખને ખુબ મહત્વનું સ્થાન આપે છે. ભાજપ પેજ પ્રમુખના સહારે પોતાની રણનીતિ પણ બનાવતું હોય છે. હવે આ પેજ પ્રમુખો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંવાદ કરવાના છે. આ દરમિયાન પીએમ મોદી ચૂંટણીને લઈને પણ માર્ગદર્શન આપી શકે છે. 25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો એપ દ્વારા પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરશે. ગુજરાતમાં ભાજપના પાંચ લાખથી વધુ પેજ પ્રમુખો છે.
(ન્યુઝ એજન્સી)