ગરવી તાકાત મહેસાણા : ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના ભારત ની સ્વતંત્રતા ના ૭૫ વર્ષ અને આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે ઇન્ડીયન સાય
કલ ક્લબે “સ્વતંત્રતા દિવસ સાયકલ માર્ચ” નું આયોજન કર્યો જેમાં ૭૫ સાયકલ સવારો આ યાત્રા ને શોભાવશે. આ યાત્રા મહેસાણા થી વિસનગર અને પરત મહેસાણા આવશે. આ સાયકલ માર્ચ માનવ આશ્રમ ચોકડી, મહેસાણા થી શરૂ થઈ વિસનગર – કાંસા ચોકડી – ગંજ બજાર – રેલવે સ્ટેશન – ટાવર માયાબજાર – સવાલા દરવાજા – કમાણા ચોકડી – આર કે
પાર્ટી પ્લોટ થઈ મહેસાણા પુરી થશે. આ સાયકલ માર્ચ માં ઇન્ડીયન સાયકલ કલબ ના બે રનર્સ આ રુટ પર દોડી ને આ યાત્રા પુરી કરશે.
આ સાયકલ માર્ચ ને માનવ આશ્રમ ચોકડી થી સવારે ૬ વાગ્યે ડૉ. અનિલ નાયક સાહેબ જયારે વિસનગર થી ડી.વાય. એસ.પી શ્રી વાળંદ સાહેબ ફલેગ ઓફ કરશે.
ઇન્ડીયન સાયકલ કલબ છેલ્લા ૧૪-૧૫ વર્ષ થી કાર્યરત છે અને સાયકલિંગ-રનિંગ અને સ્વિમિંગ ને લગતી અનેક રેલી અને સ્પર્ધાઓનું આયોજન કરી સમાજમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ ની જાળવણી માટેની જાગૃતિ નું કાર્ય કરી રહી છે.


