નૂતન હોમિયોપેથી જનરલ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ દ્વારા ગણેશપુરા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન યોજાયો

February 23, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 23 – સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટઆદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને કુશળ નેતૃત્વ હેઠળ સંચાલિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ, વિસનગર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડનગર ના સંયુક્ત ઉપક્રમે નૂતન હોમિયોપેથી જનરલ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ ધ્વારા ગણેશપુરા ગામે પ્રાથમિક શાળામાં તારીખ૨૩/૦૨/૨૦૨૩ ગુરૂવારના રોજ નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કેમ્પમાં ૮૬દર્દીઓએ હોમિયોપેથિક દવાનો અને ૨૦ દર્દીઓએ ડેન્ટલ ચેક અપનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી.ગણેશપુરા પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને હોમિયોપેથી અને ડેન્ટલ વિશે માહિતી આપવામાં આવી હતી. આનિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ ગણેશપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડનગરના અધ્યાપકશ્રી તેમજ ગણેશપુરા ગામના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટઆદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0