કડી દેત્રોજ રોડ પાસે આવેલ વિવાહ પાર્ટી પ્લોટ નજીક પાણીની નદીઓ નહીં પણ ગટરના પાણીની નદીઓ વહેવા લાગી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : કડી નગરપાલિકામાં વર્ષો થી ચાલી આવતું  શાસન છે. સત્તા સ્થાને બેઠેલા ચહેરાઓ અનેક બદલાયા પણ અફસોસ સાથે લખવુ પડે છે કે હજું પણ લોકો ની સમસ્યાનો ઉકેલ નથી આવતો સમસ્યાઓ એની એજ છે ખાસ કરીને ઉભરાતી ગટરની સળગતી સમસ્યા હલ કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.ગટરના પાણી જાહેર માર્ગો ઉપર રેલમછેલ થઈને વહેતા હોવાથી ભારે ગંદકીને કારણે મચ્છરોનો ઉત્પાત વધ્યો છે. આથી મેલરીયા સહિતના રોગચાળાનું જોખમ વધ્યું છે.
કડી માં આવેલ દેત્રોજ રોડ ઉપર આવેલ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે ગણા સમય થી ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળી છે ત્યારે ત્યાં ના સ્થાનીક લોકે વારંવાર રજુઆત કરવા છતાં ત્યાં ના સ્થાનીક અઘિકારીઓ નો પેટનું પાણી હલતું જોવા મળતું નથી. ત્યાં થી આજુ બાજૂ ના સોસાયટી ના રહીશો ત્યાંથી નીકળતા ગટરના પાણી ની વહેતી નદીઓ માંથી પસાર થવું પડે છે.
સુત્રો દ્ધારા પ્રાપ્તિ થતી માહીતી અનુસાર ત્યાંથી ગણા પરીવાર ના લોકો આ ગટર ના પાણી ના વહેતા ના કારણે ત્યાં વાહન લઈને સિલ્પ ખાઇ ને નીચે પણ પડી ગયા છે.અને ઈજાઓ ને કારણે સારવાર અર્થે ખસેડવામાં પણ આવ્યા હતા. સ્થાનિક તંત્ર ના અઘિકારીઓ કોઈ પ્રજાજનો નો વેરો બાકી હોય તો એટલી કડક ઉઘરાણી કરવા માં આવે છે. અને ના આપે તો શીલ મારવાની પણ ધમકીઓ આપવામાં આવી છે. તો તંત્ર કેમ સ્થાનીક લોકોની પડતી સમસ્યાઓ ને દૂર કરવામાં કોઈ રસ જ નથી રહેતો કે શું? ખાલી ને ખાલી પૈસા ઉઘરાવવામાં રસ છે?
તેવું લોક મુખે ચર્ચા પણ જોવા મળી હતી.આ પાર્ટી પ્લોટ આજુબાજુ અનેક સોસાયટી આવેલ છે ત્યાં ના સ્થાનીક લોકો ને ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ત્યાં ના સ્થાનીક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ગટર લાઇનનો તાત્કાલીક ધોરણે નિકાલ નહીં કરવામાં આવે તો કડી માં આવેલ નગરપાલિકા કચેરી ખાતે હલ્લા બોલ કરવામાં આવશે જેવી ચીમકી પણ આપવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.