વિસનગર શહેર પોલીસને સાત માસથી સંતાકૂકડી રમાડતો નિશાચર મહેસાણા એસઓજીના સકંજામાં 

August 12, 2023

9.54 લાખની ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં વિસનગર પોલીસને સાત માસથી હાથતાળી આપી નાસતો ફરતો હતો 

ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં ફરાર આરોપીને મહેસાણા એસઓજીની ટીમે દેણપ ખાતેથી દબોચી લીધો 

ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીને ઝડપી વિસનગર શહેર પોલીસને સોંપવામાં આવ્યોં 

Sohan Thakor – મહેસાણા તા. 12- વિસનગરમાં આજથી સાત માસ અગાઉ રુપિયા 9 લાખ 54 હજાર 700ની માતબર રકમની ઘરફોડ ચોરીના ગંભીર ગુનાના ફરાર આરોપીને મહેસાણા એસઓજીની ટીમે દેણપ રોડ ખાતેથી ઝડપી પાડી વિસનગર પોલીસને સોંપી જેલમાં ધકેલ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજી ટીમના પી.આઇ એ..યુ.રોઝના નેતૃત્વના હેઠળ એસઓજી પીએસઆઇ વી.એ. સિસોદીયા, એએસઆઇ મનોહરસિંહ, હેકો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, આશારામભાઇ સહિતનો પોલીસ સ્ટાફ ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ફિરાકમાં હતા

તે દરમિયાન પોકો. દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને ખાનગી રાહે સંયુકત બાતમી મળી હતી કે, વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 454, 380 મુજબના ગંભીર ઘરફોડ રુપિયા 9 લાખ 54 હજાર 700ની ચોરીના ગુનામાં છેલ્લા સાત માસથી ફરાર આરોપી પ્રજાપતિ પ્રવિણ ઉર્ફે જશવંતભાઇ રહે. વાલમીયાવાસ, દેણપ તા. વિસનગરવાળો હાલમાં દેણપ રોડ ખાતે ઉભો છે જેના આધારે મહેસાણા એસઓજીની ટીમ દેણપ પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી સફળ કામગીરી કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0