નંદાસણ પોલીસ સ્ટેશન માં નવનિયુત આવેલ મહિલા પી.આઇ આર.જે. ધડુક એક્શન મોડમાં

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મેહસાણા: નંદાસણ પોલીસ ટીમે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ચાંદરડા-ઘુમાસણ ગામે થી રેલ્વે બ્રીજ તરફ જવાના રસ્તા ઉપર થી રૂપિયા 46,560 નો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ,બિયર,મોબાઈલ અને ગાડી મળી રૂપિયા 2,47,060 ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક ને ઝડપી પાડયો હતો. પોલીસે બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
નંદાસણ પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે ધડુક અને તેમની ટીમ ને બાતમી મળી હતી કે મહેસાણા તરફથી એક ગાડી માં ભારતીય બનાવટનો વિદેશીદારૂ લઇને નીકળેલો છે.જેને આધારે પોલીસે નંદાસણ એસ્સાર પેટ્રોલ પમ્પ બ્રિજ પાસે હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહેસાણા તરફથી બાતમી વાળી ગાડી આવતા પોલીસે  બેરિકેટ ની આડાશ કરવા છતાં ગાડી ચાલક પોતાની ગાડી લઇ નાસી જતાં પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ચાંદરડા થી ઘુમાસણ ગામથી આગળ જતાં રેલવે બ્રિજ નજીક વળાંકમાં ગાડી નંબર જી.જે-18 બી.સી-1577 ને પકડી પાડી હતી.
પોલીસે ગાડી ની તલાશી લેતા તેમાંથી રૂપિયા 46,560 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- 360 અને બિયર ટીન નંગ-120 સાથે ગાડી ચાલક મયુદ્દીન બિસ્મિલ્લા ખાન  કુરેશી (રહે.મંડાલી) ને ઝડપી પાડયો હતો.પોલીસે પૂછતાં આ દારૂ કલોલના સરદાર નામના ઇસમને વેચાણ આપવા જતો હતો તેમ જણાવ્યું હતું. પોલીસે દારૂ,બિયર,મોબાઈલ અને ગાડી મળી રૂપિયા 2,47,060 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.