કડી છત્રાલ રોડ ઉપર લીમડાનું ઝાડ રોડ ઉપર ધરાશાયી થયું:- મોટી જાનહાનિ ટળી

August 18, 2022

— કડી માં છેલ્લાં બે દિવસ થી ધમાકેદાર મેધરાજા ની એન્ટ્રી સાથે લીમડાનું વૃક્ષ નીચે પડી ગયું :

ગરવી તાકાત મહેસાણા : સમગ્ર રાજ્યમાં હાલ મોટા પ્રમાણમાં વરસાદ ની આગાહી જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી ના પગલે એલર્ટ રહેવા માટે જણાવી રહ્યા છે.ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકા માં પણ ભારે વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને જ્યાં જોવા ત્યાં પાણી પાણી ફરી વળ્યુ હતુ.ત્યારે બે દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નાની મોટી ઘટના જોવા મળી હતી.ત્યારે રાત્રી ના સમયે કડી છત્રાલ રોડ ઉપર લીમડાનું ઝાડ રોડ ઉપર ધરાશ્ય થઈ જતાં હાઇવે રોડ ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
કડી છત્રાલ રોડ ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ ની પાસે પૂર્ણિમા હોટલ ની આગળ આવેલ લીમડાનું અડધો ભાગ રોડ ઉપર ધરાશય થઈ જતાં બને બાજુ ના રોડ બંધ થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે આ ઘટના ને લઇને રાત્રી દરમ્યાન ત્યાંથી વાહન વ્યવહાર ના નીકળતા ત્યાં મોટી જાનહાનિ ટળી હતી.અને સાથે સાથે રોડ બંધ થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાય જવા પામ્યું હતું.
રાત્રી ના આશરે દશ વાગ્યા ની આસપાસ વુક્ષ નીચે પડી જતાં પણ કડી નું સ્થાનીક તંત્ર રાત્રીના 1 વાગ્યા સુધી પહોચ્યું ન હતું.અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા સ્થળ ઉપર થી વુક્ષ ના હટાવતા વાહનવ્યવહાર ને ભારે મૂશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો સવારે તંત્ર દ્વારા લીમડાનું ઝાડ ને હટાવવા માટે જે.સી.બી મશીન વડે હટાવી ને સમગ્ર રસ્તા ને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0