ગરવી તાકાત મહેસાણા : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની કોલેજોના NCC કેડેટનો રેન્ક સેરેમની માણેકલાલ એમ. પટેલ સાહેબ કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ. જેમાં NCC કેડેટની શ્રેષ્ઠ કામગીરી કરતા કેડેટોને રેન્ક આપી સન્માનિત કરાયા. BSFના આસીસ્ટન્ટ કમાન્ડર સંદીપ રાજપૂતે પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેઓ સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થી હોઈ ગૌરવની લાગણી અનુભવે છે. NCC કેડેટોએ ભારતીય સેનામાં પસંદગી મેળવી રાષ્ટ્રસેવા સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઉપર ભાર મુક્યો હતો.
BSFના આસીસ્ટન્ટ કમાન્ડર સંદીપ રાજપૂત બાંગ્લાદેશ બોર્ડર, મણીપુર, નાગાલેન્ડ અને હાલમાં કચ્છ જીલ્લાની પાકિસ્તાન બોર્ડરે ફરજ નિભાવી રહ્યા છે. કાર્યક્રમની વિશેષતા એ હતી કે NCC કેડેટને માતા-પિતાના હસ્તે રેન્ક આપવામાં આવતા માતા-પિતા પણ આનંદ વિભોર બન્યા હતા. શ્રેષ્ઠ કામગીરી માટે વિધિ પટેલ(SUO), ધ્રુવ માંગુકિયા(UO), ધ્રુવી રાવલ(CPMS), શુભમ શર્મા(SGT),
અંજલિ મહતો(CPL) અને રવિ પ્રજાપતિ(LCPL)ને BSFના આસીસ્ટન્ટ કમાન્ડર સંદીપ રાજપૂત અને સંસ્થાના મંત્રી ડૉ. મણીભાઈ એસ. પટેલ અને NCC કેડેટના માતા-પિતાના હસ્તે NCC કેડેટને રેન્ક આપવામાં આવ્યા. સંસ્થાના મંત્રી ડૉ. મણીભાઈ એસ. પટેલે સર્વે NCC કેડેટ અને NCC ઓફિસર લેફ્ટ. ડૉ. સ્વાતી નિગમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NCC ઓફિસર લેફ્ટ. ડૉ. સ્વાતી નિગમે કર્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી