વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે PM કેર PSA ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી ઇ-લોકાર્પણ

October 7, 2021
  • પાલનપુર સિવીલ હોસ્પીટલમાં PSA પ્લાન્ટના લોકાર્પણમાં, કેબીનેટ મંત્રીશ પ્રદીપભાઇ પરમાર સહભાગી થયા

  • બનાસકાંઠા જિલ્લામાં ૨૦ જેટલાં પી.એસ.એ. ઓક્શિજન પ્લાન્ટ શરૂ કરાયાઃ મંત્રી પ્રદીપભાઇ પરમાર

 
પી.એમ. નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ધરતી પરથી દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર પી.એસ.એ. ઓક્શિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સિવીલ હોસ્પીટલ અને થરાદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે પ્રધાનમંત્રીએ ઓક્શિજન પ્લાાન્ટનું ઇ-લોકાર્પણ કર્યુ હતું. પાલનપુર સિવીલ હોસ્પીટલમાં ઓક્શિજન પ્લાન્ટના ઇ-લોકાર્પણ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર સહભાગી થયા હતાં.
 
આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં મંત્રીપ્રદીપભાઇ પરમારે જણાવ્યું કે, આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પ્રધાન સેવક તરીકે 20  વર્ષ પુરા થયા છે. તા. 7 ઓક્ટોબર-2001 માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ગુજરાતને વિકસીત રાજ્ય બનાવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીના લોકડાઉન સહિતના સમયસરના નિર્ણયો અને ર્ડાક્ટરો, નર્સ તથા પેરામેડીકલ સ્ટાફ અને કોરોના વોરીયર્સની મહેનતથી લાખો લોકોની જિંદગી બચાવી શકાઇ છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના કપરા કાળમાં તબીબી ક્ષેત્રના તમામ લોકોએ પોતાની જાન કે પરિવારની ચિંતા કર્યા સિવાય લોકોની સેવા કરી છે તેમને અભિનંદન પાઠવી તેમની સેવાઓને બિરદાવું છું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતમાં દેશના વૈજ્ઞાનિકોએ કોરોના પ્રતિરોધક રસી શોધી લોકોને સુરક્ષા પુરી પાડી છે તથા બીજા દેશોને પણ આપણે રસી પહોંચાડી સેવાનું ખુબ મોટું કામ કર્યુ છે. મંત્રીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં આપણે સૌએ ઓક્શિજનની કમી અનુભવી છે ત્યારે સંભવિત થર્ડ વેવના આગોતરા આયોજનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં 20  જેટલાં પી.એસ.એ. ઓક્શિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાણવાયું-ઓક્શિજનની કમીના કાયમી નિવારણ માટે મંત્રીએ લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. 
 

આ પણ વાંચો – વડનગર ખાતે પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું ગુરૂવારે પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ !

 
રાજયસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયાએ જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સામે દુનિયાના વિકસીત દેશોની સરખામણીએ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યુધ્ધના ધોરણે વ્યવસ્થાઓ ગોઠવી લોકોના જીવ બચાવાયા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વૈજ્ઞાનિકોમાં મુકેલા ભરોસાના લીધે ભારતને સ્વદેશી રસી બનાવવામાં ખુબ ટુંકાગાળામાં મોટી સફળતા મળી છે. કોરોના રસીકરણમાં પણ આપણું ગુજરાત અને બનાસકાંઠા જિલ્લો અગ્રેસર છે તેમ તેમણે જણાવ્યું હતું. સાંસદે કહ્યું કે, કોરોના થર્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજે નવરાત્રિના પ્રથમ નોરતે મા અંબેને પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ આવે જ નહીં. 
 
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટરઆનંદ પટેલ, પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર,  કનુભાઇ વ્યાસ,  દિલીપભાઇ વાઘેલા,  ડાહ્યાભાઇ પિલીયાતર,  વિજય ચક્રવર્તી,  રમેશ જાખેસરા,  ભરતભાઇ પરમાર,  અશ્વિન સક્સેના સહિત આગેવાનો, ર્ડા. ગિરીશ ઠાકર, ર્ડા. સુનિલ જોષી, ર્ડા. ભરત મિસ્ત્રી સહિત તબીબો અને મેડીકલ કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0