વડનગર ખાતે પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું ગુરૂવારે પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ !

શેર કરવા અહીં ક્લિક કરો.

પી.એમ કેર અંતર્ગત 1.35  મેટ્રીક ટન પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું વડનગર ખાતે ઇ લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે 07 ઓક્ટોબર ને ગુરૂવારે સવારે 10.00 કલાકે થનાર છે. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય,સ્વાગત પ્રવચન,મહાનુંભાવોનું સ્વાગત,પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ ઝુંબેશ અંગે માહિતીદર્શક,કોરોના વોરીયર્સ અને વેક્સીનેશનમાં મહત્વપુર્ણ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન, પ્રવચન સહિત ઇ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થનાર છે. રાજ્યમાં વિવિધ 18 સ્થળોએ પ્રધાનમંત્રી દ્વારા ઓક્સિજન પ્લાન્ટના વર્ચુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે.જે અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ ભરૂચ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહિત વડનગરનો કાર્યક્રમ ટાઉનહોલ વડનગર ખાતે યોજાનાર છે.વડનગર ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મહાનુંભાવો ઉપસ્થિત રહેનાર છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.