હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ: જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન

January 2, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો આ પ્રસંગે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું આ રેલીમાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના અધિકારીઓ જોડાયા.

આ કાર્યક્રમમાં હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, એસી/એસટી DYSP કુલદીપ નાયી અને ગોપાલસિંહ રાઠોડ સહિતના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું અગાઉ દર વર્ષે ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ યોજાતો દેશમાં માર્ગોના વિકાસ સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો,

જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા આ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક એજ્યુકેશન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવનમાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો એક કાર્યક્રમ યોજાયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0