ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં, પ્રોવોસ્ટ ડો.પ્રફુલકુમાર ઉદાણીના માર્ગદર્શન હેઠળ, સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ની સ્પોન્સરશીપ પ્રાપ્ત થઈ હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટિના રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી તથા અન્ય વિભાગોના વડાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગણિત વિશે જાગૃત કરવાનો છે.

આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ, સાયન્સ કોલેજો અને સ્કૂલોના 100 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દિવસે ગણિત વિષય આધારિત પોસ્ટર પ્રેઝન્ટેશન, મેથેમેટિક્સ મોડલ, ક્વિઝ, વકૃત્વ અને પોસ્ટર પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિજેતાઓને આકર્ષક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન્જિનિયરિંગ કોલેજના એપ્લાઇડ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ

