પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો…

December 24, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી કાર્યક્રમમાં લર્નિંગ લાઇસન્સ એપ્રુવલ, પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ટૂલકિટ ન મળવા, વરાણા ગામે સ્પીડ બ્રેકર, નવીન બસ રૂટ શરૂ કરવા,

બિનઅધિકૃત દબાણો દૂર કરવા, આર.સી.સી. રોડ બનાવવા, ફાર્મર રજિસ્ટ્રી અરજી એપ્રુવલ, જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ જોડાણ, પીવાના પાણીની સમસ્યા અને ઉંટવાડા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારની તપાસ સહિતના વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો થઈ કલેક્ટર તુષાર ભટ્ટે સંબંધિત અધિકારીઓને તમામ અરજીઓનો હકારાત્મક અભિગમ સાથે તાત્કાલિક.

અને અસરકારક રીતે નિકાલ લાવવા સૂચના આપી તેમણે અરજદારોના પ્રશ્નોનું સાચા અર્થમાં નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0