મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) ગ્રુપની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઇ 

July 16, 2023

આગામી 30 જુલાઇના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પાટીદાર સ્નેહમિલ સમારોહ યોજાશે 

ગરવી તાકાત, મહેસાણા તા. 16- મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપીજી ગ્રુપની આજે યોજાયેલી બેઠકમાં પાટીદાર સંગઠન વધુમાં વધુ મજબૂત બની એકસૂત્રતા તાંતણે જોડાય તેમજ ગુજરાત સહિત દેશભરમાં વસતા પાટીદારો સંગઠનમાં જોડાય તેમજ સંગઠનનોનો લાભ તમામ પાટીદારો લાભ મળે અને અન્યાય અને હક્ક માટે લડવા શ્રી સરદાર પટેલ સેવાદળનો પાયો વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) ગુજરાત પ્રદેશના હોદ્દેદારો અને કારોબારી મીટીંગ એસ.પી.જી અધ્યક્ષ લાલજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. SPG મીટીંગ દરમિયાન ગુજરાતના દરેક વિસ્તારમાંથી SPGના આગેવાનો પોતાની ટિમ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મીટીંગ દરમિયાન આગામી 30 જુલાઈ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર પાટીદાર સ્નેહ મિલન અને SPG લાઈફ ટાઈમ મેમ્બર પરિવારના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ કાર્યક્રમ સફળ બનાવવાના આયોજનના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. SPG સંગઠન મજબૂત થાય અને સમાજ ના છેવાડે રહેતા પાટીદાર સમાજના ભાઈ બહેનો સુધી સંગઠન નો લાભ પહોંચે અને આગામી યોજનાર મહા સંમેલન માં સમગ્ર ગુજરાતમાંથી SPG ના વધુમાં વધું સમાજના લોકો જોડાયા તે માટે દરેક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓ દ્વારા હાકલ કરવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0