નંદાસણ પોલીસે લાખો રુપિયાના વિદેશી શરાબના જથ્થા સાથે 11 લકઝુરિર્યસ કારો ઝડપી પાડી 

September 14, 2023

નંદાસણના સરસાવ ગામની સીમમાં ટ્રકમાંથી વિદેશી શરાબનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું 

નંદાસણ પોલીસે અંદાજિત 400 વિદેશી શરાબની પેટીઓ ઝડપી પાડી, બુટલેગરો ફરાર 

ગરવી તાકાત, મહેસાણા તા. 14- નંદાસણના મહિલા પીએસઆઇએ પોલીસ સ્ટાફ સાથે વિદેશી શરાબના કટિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. નંદાસણ નજીક આવેલા સરસાવ ગામ નજીક વિવિધ કંપનીની લક્ઝુરીયસ કાર વિવિધ પાર્સિગની જ્યાં વિદેશી શરાબ ભરવા માટે આવી હતી. રાત્રિના અંધકારમાં ચાલતાં આ વિદેશી શરાબનો કારોબારમાં 11 કારો સહિત લાખો રુપિયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી.

આટલી મોટી માત્રામાં વિદેશી શરાબના જથ્થાનો સોદાગર કોણ છે? તેમજ આ વિવિધ કારોમાં ભરીને વિદેશી શરાબનો જથ્થો કોને કોને પહોંચાડવામાં આવી રહ્યોં હતો તે હાલ તો તપાસનો વિષય છે. નંદાસણ નજીકના ગામડાઓમાં વિવિધ જગ્યા પર આટલી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મંગાવી આ લાખો રુપિયાના નેટવર્કનો કારોબાર કેટલા સમયથી ચલાવવામાંં આવી રહ્યું છે તે બાબતે પણ નંદાસણ પોલીસે તપાસ લંબાવી છે.

સરસાવ નજીક ઝડપાયેલો આ વિદેશી શરાબનો જથ્થો ટ્રકમાંથી ખાલી કરીને આવેલી વિવિધ પાર્સિગની મોંઘીદાટ કારમાં ભરાવાનું કટીંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નંદાસણ પોલીસને આ બાબતની જાણ થતાંની સાથે નંંદાસણ પોલીસ કાફલા સાથે સરસાવ ગામની સીમમાં ચાલી રહેલા વિદેશી શરાબના કટીંગની જગ્યા પર ત્રાટકતાં હાજર વિવિધ કારો લઇને આવેલા બુટલેગરો પોતાની કારો મુકી ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યાં હતા. પોલીસે ઘટના સ્થળ પરથી અધધધ..કહી શકાય તેટલો અંદાજિત  5592 વિદેશી શરાબની બોટલો જથ્થા સાથે ઘટના સ્થળ પરથી 11 લકઝુરીર્યસ કારોને કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને હકીકત મળતા મહિલા પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો. જ્યાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું અને બુટલેગરો પોલીસને જોઈને ભાગી છુટ્યા હતા. જ્યાં નંદાસણ પોલીસે વિદેશી શરાબનો જથ્થા સાથે લાખો રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યોં હતો. તેમ જ વિદેશી દારૂ લેવા માટે આવેલા 11 લક્ઝુરીયસ કાર ઝડપી કબજે કરી હતી. જેમાં ફોર્ચ્યુનર, થાર, સ્કોર્પિયો, વર્ના, i20, બ્રેઝા સહિતની 11 લક્ઝુરીયસ કારોનો સમાવેશ થાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0