LCB Mehsana : ફણીધર ફેક્ટરીમાંથી તાંબાના વાયરો ચોરનાર 4 આરોપીઓ ભાસરીયા ચોકડી પાસેથી ઝડપાયા

July 30, 2021

મહેસાણામાં મિલ્કત સંબધી ગુનાઓ બનતા હોવાથી આ ગુનાઓને અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા મહેસાણા પોલીસ કાર્યરત છે, આ દરમ્યાન મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં મિલ્કત સંબધી નોંધાયેલ ગુનાને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે ભાસરીયા ચોકડી પાસેથી 4 આરોપીને ચોરીના સામાન સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેસાણા જીલ્લામાં ઘરફોડ તથા અન્ય મિલ્કત સંબધી ચૌરીના બનાવ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે આ અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા પોલીસ ડીપાર્ટમેન્ટને સુચના મળેલ છે, જે સુચના આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં મિલ્કત સંબધી ગુનાઓને અટકાવવા પેટ્રોલીંગમા હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ઠાકોર રાજુજી ભીખાજી, રહે – મુદરડા, તા.જોટાણા, જી.મહેસાણા વાળો શખ્સ શંકાસ્પદ હાલતમાં  ભાસરીયા ચોકડી પાસે ઉભેલ છે. 

આ હકીકત આધારે મહેસાણા લોકક ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાસરીયા ચોકડી પાસેથી 4 આરોપીઓનો કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓના નામ (1) ઠાકોર રાજુજી ભીખાજી, રહે – મુદરડા, તા.જોટાણા, જી.મહેસાણા (2) ઠાકોર મેહુલજી અજમલજી, રહે – સાંથલ પોલીસ સ્ટેશનની પાસે,તા.જોટાણા, જી.મહેસાણા (3)ઠાકોર કલ્પેજી રમેશજી, રહે – મુદરડા, તા.જોટાણા, જી.મહેસાણા (4) ઠાકોર અજીતજી લક્ષ્મણજી, રહે –  મુદરડા, તા.જોટાણા, જી.મહેસાણા સામે આવ્યા હતા. 

ઝડપાયેલ આરોપી પાસેથી મળી આવેલ 45 કિલો,  કિંમત રૂપીયા 38,250 તાંબાના વાયર વિષે પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીઓએ ચોરીનો ગુનો કબુલી જણાવ્યુ હતુ કે, આ તાંબાના વાયર આજથી એક મહીના પહેલા મુદરડા ગામની સીમમાં આવેલ ફણીધર ફેક્ટરીમાંથી ઉઠાવ્યા હતા. જેથી આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવા ચારેય આરોપીને લાંઘણજ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0