હોમ ટાઉનમાં ઇતિહાસ સર્જી રાષ્ટ્રીય મુદ્દાઓ થકી મોદીએ ૨૦૨૪ તરફ નિશાન સાધ્યું

December 9, 2022

ગુજરાતની મજબૂત જીત સાથે ફરી એક વખત કેન્દ્રમાં પણ ક્લીનસ્વીપથી સત્તા જીતવાનો સંદેશ આપ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 09

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત સાતમી વખત પ્રચંડ સાથે સત્તા મેળવી છે અને તેનાથી 2024નો ભાજપનો ‘ટોન’ નિશ્ચિત થઇ ગયો છે અને તે આગામી વર્ષે યોજાનારી ધારાસભા ચૂંટણીઓ અને ત્યારબાદની 2024ની લોકસભા ચૂંટણી સુધી ભાજપ આ ટોન જાળવીને ફરી એક વખત કેન્દ્રમાં પણ ક્લીનસ્વીપથી સત્તા મેળવવા આગળ વધી રહયો છે.

ભાજપની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તે દરેક રાજ્યોમાં ડબલ એન્જીન સરકારનો મુદ્દો આગળ ધરીને કેન્દ્રમાં તે સત્તા કાયમ છે તે નિશ્ચિત કરે છે અને રાજ્યમાં સતા જાળવી રાખવા કે મેળવવા નિશ્ચિત કરે છે અને તેથી જ સ્થાનિક ધારાસભા ચૂંટણી જીતવા માટે ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓને મહત્વ આપ્યું. પ્રદેશ કક્ષાએ મુખ્યમંત્રીનો ચહેરો જ્યા ભાજપ માટે સરળ છે ત્યાં જાહેર કરે છે અન્યથા નરેન્દ્ર મોદીનો ચહેરો યુનિવર્સલ વિજેતા બનવા માટે પણ પૂરતો છે તે નિશ્ચિત કરે છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર રહ્યા પરંતુ પોતાની હોમ ટર્ફમાં બેસ્ટ ઇનીંગ રમી શકે તે પણ નિશ્ચિત કર્યું. 2017 એ તેના માટે બોધપાઠ હતો તે ભૂલ 2022માં સુધારી લીધી. સૌથી મહત્વનું એ છે કે ગુજરાતની આ ચૂંટણીમાં લોકલ મુદ્દાઓનો ભાગ્યે જ ઉલ્લેખ થયો અને રાષ્ટ્રીય સ્તરે જે મુદ્દાઓ હતા તે વધુને વધુ ચગાવવામાં આવ્યા.

2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને જાણતા હતા કે ફક્ત નો-રિપીટ થીયરીથી જ રાજ્યમાં એન્ટીઇન્કમબન્સી જે 27 વર્ષમાં સર્જાયેલ છે તેને ખાળી શકાશે નહીં. અથવા તો જે પ્રચંડ વિજયની જરુર છે તે મળી શકશે નહીં આથી જ ગ્રાઉન્ડ વર્કમાં પહેલા સંગઠનને દોડતુ કર્યું અને બાદમાં ખુદ મોદીએ ગત જુલાઈથી જ રાજ્યમાં મોરચો સંભાળી લીધો હતો અને 2024ની સ્ક્રીપ્ટ ગુજરાતથી જ લખાશે તે નિશ્ચિત કર્યું.

સૌપ્રથમ તો તેઓએ એ સંદેશ આપ્યો કે ગુજરાતમાં ભાજપનો પરાજય એ ગુજરાતની અસ્મિતાને રાષ્ટ્રીય કક્ષાએ પણ નુકશાન કરશે અને આ સંદેશ વધુને વધુ પ્રસરતો રહે તે નિશ્ચિત કર્યું. વડાપ્રધાને ખુદ 31 જેટલી રેલીઓ અને ઓછામાં ઓછા 10થી વધુ રોડ-શો કર્યા જેમાં અમદાવાદનો 50 કિલોમીટરનો અને સુરતનો 25 કિલોમીટરનો રોડ-શો એ અભૂતપૂર્વ બની રહ્યો. અને તેમાં ફક્ત વિજય નહીં પરંતુ શ્રેષ્ઠ વિજય એ જ એજન્ડા હતો. અને તેમના એ પ્રયાસોમાં એ પણ નિશ્ચિત કર્યું કે પક્ષના વિજયમાં સંગઠનની ભૂમિકા મહત્તમ હોય પરંતુ અસંતોષની ભૂમિકા સૌથી ઓછી હોય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0