ગરવી તાકાત મોડાસા : મેઘરજથી મોડાસા તરફ આવતાં રોડ ઉપર માલપુરના મેવડા પાટિયા પાસે પુલ ઉપરથી 3.10 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરીને મોડાસા તરફ જઈ રહેલા શામળાજીના દહેગામડાના આરોપીને એલસીબીએ ખાનગી માહિતીના આધારે ઝડપી પાડ્યો એલસીબીને માહિતી મળી હતી કે રાજસ્થાનથી ગાડી નંબર જીજે 31d6751નો ચાલક.
વિદેશી દારૂ ભરી રેલ્લાવાડા કુણોલ બેડજ પાટિયા થઈ મોડાસા તરફ જનાર હોવાની માહિતીના આધારે એલસીબી માલપુરના મેવડા પાટિયાના પુલ પાસે વોચ ગોઠવી દરમિયાન ઉપરોક્ત ગાડી સાથે ચાલકને ઝડપી ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ 35 અને છૂટી બોટલો સહિત કુલ નંગ 1323 મળ્યા હતા પોલીસે રૂ.3,10,500નો વિદેશી દારૂ.
અને ઇકો તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.8,13,800 નો મુદ્દામાલ કબજે લઈ આરોપી કૌશિકભાઇ ભલાભાઇ પાંડોર રહે. દહેગામડા તા. શામળાજીને ઝડપી પાડ્યો પોલીસે વોન્ટેડ આરોપી પ્રકાશચંદ્ર નારાયણભાઈ પટેલ કલાલ અને જગદીશભાઈ ઉર્ફે પપ્પુ નારાયણભાઈ પટેલ બંને રહે. દહેગામડા વિરુદ્ધ ગુનો નોંધી બંનેને પકડવા ચક્રોગતિમાન કર્યા.


