વડાલીના ધામડી ગામમાં જમીન વહેંચણીના જૂના વિવાદને કારણે એક જ પરિવારના સભ્યો પર હુમલો, 9 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ…

May 29, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : વડાલી તાલુકાના ધામડી ગામમાં જમીન વહેંચણીના જૂના વિવાદને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો પર પાડોશી કુટુંબીજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં એક યુવક અને તેના વૃદ્ધ માતા-પિતાને ઈજાઓ પહોંચી આ મામલે વડાલી પોલીસ મથકે નવ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદ મુજબ, ધામડી ગામના નરેશભાઈ કેશાભાઈ ઠાકોર રાત્રે પોતાના ઘરના ધાબા પર સૂતા જ્યારે તેમના માતા-પિતા નીચે આરામ કરી રહ્યા મધરાતે પાડોશમાં રહેતો વિનોદભાઈ બાબુભાઈ ઠાકોર દારૂના નશામાં તેમના ઘરે આવ્યો દરવાજો ખખડાવવા લાગ્યો નરેશભાઈની માતા રેવીબેને દરવાજો ખોલતા જ આરોપીએ અપશબ્દો બોલી મારામારી શરૂ કરી.

જામનગર તાલુકાના બેડ માં રહેતા વિપ્ર પિતા-પુત્ર પર પથ્થર વડે હુમલો કરાયો |  Father and son attacked with stones in Jamnagar - Gujarat Samachar

અને ઘરના સામાનમાં તોડફોડ કરી બૂમાબૂમ સાંભળી વૃદ્ધ પિતા કેશાભાઈ વચ્ચે પડ્યા ત્યારે બાબુભાઈ હીરાભાઈ ઠાકોરે તેમને નીચે પાડી દીધા ત્યારબાદ વિનોદભાઈ, બાબુભાઈ અને રક્ષાબેન લાકડીઓ, ઈંટો અને દરવાજાની પટ્ટીઓ લઈને ધાબા પર ચડી ગયા ત્યાં સૂતેલા નરેશભાઈ પર હુમલાખોરોએ પીઠ, છાતી તેમજ હાથ-પગના ભાગે આડેધડ માર માર્યો આ દરમિયાન સોનલબેન અપશબ્દો બોલી ઉશ્કેરણી કરી રહી ઘટનાની બૂમાબૂમ સાંભળી પાડોશી કાળાભાઈ અને રમિલાબેન દોડી આવ્યા અને નરેશભાઈને વધુ મારથી બચાવ્યા જોકે, હુમલાખોરોનો રોષ શાંત થયો ન.

રક્ષાબેને રેવીબેનનું ગળું પકડી તેમને પણ લાકડીઓ વડે માર માર્યો આ ઉપરાંત, કિરણબેને ઈંટોના ટુકડા ફેંકતા ઘરઆંગણે બાંધેલી ગાયને પણ ઈજા પહોંચી ફરિયાદમાં જણાવાયું કે દશરથભાઈ દિનેશભાઈ ઠાકોર અને સલીમ મન્સુરી પણ લાકડી તથા કટાર જેવા હથિયારો સાથે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારે 112 ઇમરજન્સી સેવાને જાણ કરતાં આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી, ઇડર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી વડાલી પોલીસે આ મામલે નવ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0