સોનાના દોરાની લૂંટની અનેક ઘટનાઓને અંજામ આપનાર ચીલઝડપ ગેંગનો માસ્ટર માઇન્ડ મહેસાણા એસઓજીની સકંજામાં

August 10, 2023

દોરાની ચીલઝડપ ગેંગનો મુખ્ય સૂત્રધારને મહેસાણા એસઓજીની ટીમે નંદાસણ પાસેથી ઝડપી લીધો 

દોરાની ચીલઝડપ ગેંગનો મુખ્ય આરોપીએ સોનાના દોરાની અનેક ઘટનાઓને અંજામ આપ્યોં છે 

રાણીપ, કડી, સાબરમતી, વિસનગર, સાંથલ સહિતના પોલીસ સ્ટેશનોમાં અનેક ફરિયાદો નોંધાયેલી છે 

Sohan Thakor – મહેસાણા તા. 10- રાજ્યમાં સોનાના દોરાની લૂંટ ચલાવવાની અનેક ઘટનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી છે. જેમાં સોનાના દોરાની ચીલઝડપ કરી ફરાર થઇ જતાં ગઠિયા મહિલાઓની એકલતાનો લાભ લઇ તેમજ જે રસ્તા પર ઓછી અવર જવર હોય તેવા રસ્તાઓ પરથી મહિલાઓ પસાર થતી હોય તે દરમિયાન આ તકલનો લાભ ઉઠાવી ગઠિયાઓ બાઇક પર આવી મહિલાઓના ગળામાંથી દોરાની ઝૂંટ મારી લૂંટ ચલાવી રફૂચક્કર થઇ જાય છે.

ત્યારે સોનાના દોરાની લૂંટ ચલાવવાની કળામાં મહારથ હાંસલ કરેલા અને અનેક સોનાના દોરાની લૂંટ ચલાવવાની ઘટનાઓમાં સંડોવાયેલો રીઢો અને સોનાના દોરાની લૂંટ ચલાવતી ગેંગનો માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી આખરે મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની ટીમે દબોચી લીધો હતો. સાબરમતી, સોલા, રાણીપ, કડી, વિસનગર, સાંથલ સહિતના પોલીસ મથકમાં સોનાના દોરાની લૂંટ ચલાવનાર માસ્ટર માઇન્ડ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આવા રીઢા ગુનેગારની ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં મહેસાણા એસઓજીની ટીમે મહત્વની ભૂમિકા ભજવી સફળતાંથી અને ચપળતાથી આ રીઢા આરોપીને ઝડપી લેવાયો છે.

મહેસાણા જિલ્લા નાસતા ફરતા આરોપીઓ તેમજ પ્રોહિબીશન, જુગાર, સોનાના દોરાની ચીલઝડપ સહિતની ગુનાહિત પ્રવૃતિઓ આચરતાં શખ્સોને ઝડપી જેલના પાછળ ધકેલી દેવાની મહેસાણા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી  પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ વી.એ. સીસોદીયા, એએસઆઇ નિતીન, હેકો. રાજસિંહ, જયદેવસિંહ, જયેશકુમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેકો. વિક્રમસિંહ તથા જયદેવસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

અમદાવાદ મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી દોરાની લૂંટ ચલાવી તરખાટ મચાવનાર ગેંગનો માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી ઠાકોર રજની બચુજી રહે. કડી કુંડાળ, ઠાકોરવાસ તા. કડીવાળો જેની વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં સોનાના દોરાની લૂંટ ચલાવવાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો છે જે હાલમાં નંદાસણ ઉમાનગર પાટીયા પાસે મેલડી માતાજીના મંદિર પાસે ઉભો છે. જે બાતમી મળતાં તુરંત મહેસાણા એસઓજીની ટીમે આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

મહેસાણા એસઓજીએ ઝડપેલો સોનાના દોરાની ચીલઝડપ ગેંગનો મુખ્ય આરોપી વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં દોરાના ચીલઝડપની પાંચ ફરિયાદો નોંધાઇ છે. જ્યારે રાણીપ પોલીસસ્ટેશન બે ફરિયાદો, કડી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો, તેમજ સાબરમતીમાં એક ફરિયાદ, વિસનગરમાં એક ફરિયાદ, સાંથલ પોલીસ સ્ટેશનમાં પણ સોનાના દોરાની ચીલઝડપની ફરિયાદ નોધાયેલી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0