મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન પી.આઇ જે.પી. સોલંકીએ મહેસાણા એલસીબીમાં ચાર્જ સંભાળ્યો

October 19, 2024
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – મહેસાણા જીલ્લા પોલીસ વડાએ થોડા દિવસ પહેલા જ મોટા ભાગના તાલુકા  પોલીસ સ્ટેશનના પી.આઇ તથા પી.એસ. આઇ ની બદલીનો ગંજીપો ચીપયો હતો. અને મહેસાણાના જીલ્લા પોલીસ વડા દ્વારા બદલી નો દોર શરૂ કર્યો હતો.જેમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ જે.પી. સોલંકી ને મહેસાણા જીલ્લા એલ.સી.બી.નો ચાર્જ આપવામાં આવ્યો હતો.
તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ દ્ધારા પી. આઇ જે.પી. સોલંકી નો વિદાય સમારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે એલ.સી.બી. ખાતે જે.પી. સોલંકી એ ચાર્જ સંભાળ્યો હતો.
મહેસાણા સહિત તાલુકામાં પણ હવે ગેર કાયદેસર ચાલતાં ધંધા ઉપર તવાઈ બોલાવી ને આવા ઇસમો ને કાયદો નો પાઠ ભણાવવા માટે એલ.સી.બી.પોલીસ અધિકારી જે.પી. સોલંકી દ્ધારા કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા એલ.સી.બી પી.આઇ તરિકે જે.પી. સોલંકી એ ચાર્જ સંભાળતા ગરવી તાકાત દૈનિક ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0