મહેસાણા તાલુકા પોલીસે છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી લીધો 

September 9, 2024

મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે કલોલ શહેરમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યોં

મહેસાણા તાલુકા પોલીસમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, કોર્ટે વોરંટ કાઢતાં આખરે આરોપી ઝડપાયો 

ગરવી તાકાત, મહેસાણા તા. 09 – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં ફરાર અને ઇપીકો કલમ 406, 420, 506 (2), અને 114 મુજબના ગુનામાં નાસતા ફરતાં આરોપીને મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે કલોલ શહેરમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુન્હાઓ આચરી પોલીસ પકડથી નાસતા ફરતાં તેમજ પેરોલ જમ્પ પર ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા તાલુકા પીઆઇ જે.પી.સોલંકીના નેતૃત્વમાં પીએસઆઇ આર.કે.મીર, એએસઆઇ વિમલકુમાર, અહેકો. હિરેનકુમાર, આલોર, ભાવિકકુમાર, અપોકો. મનોજકુમાર, તરૂણકુમાર, ચેતનભાઇ, સંજયકુમાર સહિતનો સ્ટાફ પોલીસ પેટ્રોલીંગમાં હતો

તે દરમિયાન એએસઆઇ વિમલકુમાર તથા ચેતનકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિત વિવિધ ગુનાનો ફરાર આરોપી સલાટ રોહિત રતિલાલ રહે. સઇજ રેલવે સ્ટેશન તા. કલોલવાળા વિરુદ્ધ જે વોરંટ નીકળેલ છે તે આરોપી હાલમાં તેના ઘરે આવેલો છે જે બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસ આરોપીના ઘરે સઇજ પહોંચી ઘરમાંથી ઝડપી લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0