મહેસાણા એસટી ડેપો દ્વારા 323 ટ્રીપો રદ કરાતાં ગામડાંનાં મુસાફરો આગ બબોલા થયા

March 12, 2022

— અમદાવાદમાં વડાપ્રધાનના પંચાયત મહા સંમેલનમાં 18 બસો ફાળવાતાં

— ખેલ મહાકુંભ કાર્યક્રમમાં 19 એસટી બસો ફાળવાતાં આજે પણ ટ્રીપો રદ કરાઇ છે

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા એસટી ડેપોથી શુક્રવારે 18 બસો અમદાવાદમાં યોજાયેલા પંચાયત મહા સંમેલન કાર્યક્રમ માટે ફાળવતાં આ રૂટની 323 ટ્રીપો રદ થતાં મુસાફરોને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. મુખ્યત્વે ગામડાની ટ્રીપો રદ થતાં હાલ કોલેજની પરીક્ષા ચાલતી હોઇ છાત્રો તેમજ મુસાફરોને ખાનગી વાહન પકડવા પડ્યા હતા. શનિવારે પણ ખેલ મહાકુંભ માટે 19 બસો ફાળવેલી હોઇ બીજા દિવસે પણ મુસાફરોને હાલાકી વેઠવી પડશે.

મહેસાણા એસટી ડેપોમાં સવાર થી સાંજ સુધી લોકલ રૂટની બસો લાંબા સમય સુધી નહીં આવતાં મુસાફરો પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. કંટ્રોલરૂમમાં સતત મુસાફરોનો પૂછપરછ માટે ધસારો રહ્યો હતો. જ્યાં બસ નથી, મોડા મૂકાશે, આવશે એટલે ઉપડશે તેવા જવાબો મળતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. સૂત્રોએ કહ્યું કે, શુક્રવારે મોટાભાગે એક્સપ્રેસ બસોની ટ્રીપો રાબેતા મુજબ ચાલુ રહી હતી. રોડ ટુ રોડ ટ્રીપો રદ થઇ હતી. શનિવારે 19 બસ કાર્યક્રમમાં ફાળવેલી હોઇ લોકલ ટ્રીપો અસરગ્રસ્ત રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0