ઐતહાસિક નગરી વડનગરમાં ડમી આધારકાર્ડ બનાવવાના કૌભાંડને છતું કરતી મહેસાણા એસઓજીની ટીમ 

August 12, 2023

બંને ગઠિયા ડમી આધારકાર્ડનો ઉપયોગ કરી સીમકાર્ડ ખરીદતાં હતા અને બે નંબરના તત્વોને ઉંચી કિંમતમાં વેચી દેતા હતા 

તાજેતરમાં બહુચરાજી ખાતેથી શાળા કોલેજોની નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો હતો 

હવે વડનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે ગઠિયા ભેગા મળી ડમી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ચલાવતાં હતા 

Sohan Thakor – મહેસાણા તા. 12- મહેસાણા એસઓજી ટીમે વડનગર ખાતે આવેલા નવિન બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ડમી આધારકાર્ડ બનાવી તે ડમી આધારકાર્ડ દ્વારા સીમકાર્ડની ખરીદી કરતા હતા અને ડમી આધારકાર્ડ દ્વારા ખરીદેલા સીમકાર્ડ બે નંબરના કામ કરતાં તત્વોને ઉંચી કીમતી પધરાવવાના ચાલતાં કૌભાંડનો પર્દાફાશ કરી બંન્ને શખ્સોને મહેસાણા એસઓજીની ટીમે દબોચી લઇ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ વડનગર પોલીસને હવાલે કર્યા હતા.

તાજેતરમાં બહુચરાજીમાંથી નકલી શાળા કોલેજોની માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્યારે હવે ઐતિહાસિક નગરી વડનગરમાંથી નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યોં છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ચાલતાં આવા કૌભાંડોનો પર્દાફાશ કરવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના પી.આઇ એ.યુ.રોઝના નેતૃૃત્વ હેઠળ એસઓજી પીએસઆઇ વીએ. સિસોદીયા, હેકો. નરેશકુમાર, દિલીપકુમાર, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, પોકો. સંજયકુમાર, અબ્દુલગફાર સહિતનો સ્ટાફ કામગીરીમાં જોતરાયેલા હતા

તે દરમિયાન હેકો. નરેશકુમાર તથા સંજયકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, વડનગર ખાતે આવેલ નવિન બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં બે શખ્સો ડમી આધારકાર્ડ બનાવતાં હોય અને તે આધારકાર્ડમાં ફોટા પોતાનો રાખી નામ બદલતાં રહેતા હોય તે આધારકાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ કંપનીના સીમકાર્ડ ખરીદી કરી ઉંચી કિંમતમાં વેચવામાં આવી રહ્યાં હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ વડનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પહોંચી ઠાકોર યુવરાજ વીનુજી રહે. ટેચાવા ઠાકોરવાસ તા. વિજાપુર તથા ઠાકોર મૌલિકસિંહ દિલીપસિંહ રહે. સીપોર, તરાડવાસવાળાને કોર્ડન કરી અટકાયત કરી હતી.

ઝડપાયેલા બંન્ને ગઠિયા કઇ રીતે બનાવતાં હતા ડમી આધારકાર્ડ 

નકલી આધારાકાર્ડ બનાવતાં શખ્સોની એસઓજીની ટીમે પૂછપરછ કરતાં બંને શખ્સોએ ખુલાસો કર્યો હતો કે, ઠાકોર મૌલિક અન્ય વ્યકિતઓના અસલ આધાકાર્ડના ફોટા મેળવી યુવરાજને આપતો જેના આધારે બંને શખ્સો ફોનમાં પ્રિન્ટ પોર્ટલ આધાર પ્રિન્ટ નામની વેબ સાઇટ ઉપરથી પ્રિન્ટ પોર્ટલ ઉપર મોબાઇલ નંબર પાસવર્ડ નાખી તેમાં લોગ ઇન થઇ મે્ન્યુઅલ આધાર ઓપ્શનમાં જઇ અળગ અલગ આધારકાર્ડ નંબર તથા અલગ અલગ સરનામા નાખી ફોટા અપલોડ કરવાના ઓપ્શનમાં ઠાકોર યુવરાજનો ફોટો અપલોડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતો હતો.

ડમી આધારકાર્ડથી સીમકાર્ડ ખરીદ્યા બાદ તે આધારકાર્ડને બંને શખ્સો સળગાવી દેતાં હતા

ત્યારબાદ આધારકાર્ડનો મોબાઇલથી સ્ક્રિન શોર્ટ લઇ તેની કલર ઝેરોક્ષ કઢાવી તેના ઉપરથી ઠાકોર યુવરાજ અલગ અલગ કંપનીના સીમકાર્ડ ખરીદી અને તે સીમકાર્ડ વધુ કિંમતે અન્ય ઇસમોને વેચાણ આપતાં અને જે પૈસા મળે તેમાંથી બંન્ને શખ્સો ભેગા વહેતી દેતા હતા. અને બંન્ને શખ્સોએ આજદીન સુધી આશરે પચ્ચાસ જેટલા અલગ અલગ કંપનીના ડમી સીમકાર્ડ ખોટા આધારકાર્ડ પુરાવા મેળવી બનાવ્યાં હતા. ડમી આધારકાર્ડથી ડમી સીમકાર્ડ ખરીદ્યા બાદ તે આધારકાર્ડને સળગાવી દેતા હોવાની કબુલાત કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0