મહેસાણા એસઓજીએ હત્યાની કોશિશના આરોપીને મહેસાણા રાધનપુર સર્કલ ખાતે પાસેથી ઝડપી લીધો
મહેસાણા ટીબી છાપરામાં રહેતા આરોપીને પકડી મહેસાણા બી. ડિવિઝન પોલીસને સોપ્યોં
Sohan Thakor – મહેસાણા તા. 06- મહેસાણા બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશ તેમજ મારામારીના ગુનામાં છેલ્લા બે માસથી પોલીસ પકડથી નાસતા ફરતાં મહેસાણા ટીબી રોડ ખાતે રહેતા શખ્સને એસઓજીની ટીમે રાધનપુર સર્કલ પાસેથી દબોચી લઇ જેલમાં ધકેલ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં પેરોલ વચગાળાના જામીન પર છૂટેલા તેમજ ગુના કરીને નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા મહેસાણા એસઓજી ટીમના પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ વી.એ.સીસોદીયા, એએસઆઇ નિતીન તથા હેકો. રાજસિંહ, પોકો. જયેશકુમાર, જયદેવસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન હેકો. રાજસિંહ, પોકો. જયેશકુમાર ખાનગી રાહે બાતમી મળી હતી કે, હત્યાની કોશિશના ગુનામાં બે માસથી ફરાર મહેસાણા બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપીકો કલમ 307, 325, 504 મુજબના ગુનામાં પોલીસ નાસતો ફરી રહ્યો છે જે આરોપી અમિતજી વિનુજી ઠાકોર રહે. મહેસાણા ટી.બી.રોડ છાપરાવાળો હાલ રાધનપુર ચોકડી પાસે ઉભો છે જે બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી મહેસાણા શહેર બી.ડીવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.


