ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના બહુચરાજી અને સાંથલ પોલીસ મથકે નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં તેમજ પાલનપુરના હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા 2 મળી ઘણા સમયથી નાસતા ફરતા કુલ 4 આરોપીઓને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડ્યા. જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એસઓજી પીઆઈ ભાવેશ રાઠોડને મળેલી સૂચના અંતર્ગત પાલનપુર શહેરમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીઓ મહેસાણા તાલુકાના પઢારિયા ગામે આવ્યા હોવાની બાતમી મળતાં પીએસઆઇ વી.એન. રાઠોડ અને ટીમે રેડ કરી
ડાભી આબુરાજસિંહ ઈશ્વરસિંહ અને ડાભી નરેશસિંહ જોરાવરસિંહને ઝડપ્યા. બહુચરાજી અને સાંથલ પોલીસ મથકના વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ ઝાલા સુરભા ઉર્ફે બિસ્કીટ જાલમસિંહ અને દાદુજી ડાહ્યાજી ઠાકોરને એસઓજીની ટીમે કટોસણ ગામેથી વિરસોડા તરફ જતા રોડ પર રેલવે ગરનાળા નજીકથી ઝડપી લીધા હતા.


