ગરવી તાકાત મહેસાણા: મહેસાણા એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી બાવલુ તાલુકાના પંથોડ ગામની સીમમાંથી એક શખ્સને દેશી બનાવટી બંદૂક નંગ-કિંમત રૂપિયા 1000 સાથે એક શખ્સને ઝડપી આગળની વધુ કાર્યવાહી કરવા માટે બાવલુ પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો હતો.
મહેસાણા એસઓજી પોલીસ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, પંથોડ ગામની સીમમાં ખરાબામાં આવેલ બાવળોની ઝાડી નીચે એક શખ્સ હાથની બનાવટી બંદૂક ગેરકાયદેસર રીતે રાખી સીધી (ડફેર) રહે,લકશ્કરી કૂવા રાધનપુર ચોકડી તા.જી.મહેસાણા વાડો હોવાની બાતમી મળતાં મહેસાણા એસઓજી પોલીસ તે શખ્સને એક નાળીવાળી બંદૂક સાથે ઝડપી વધુ કાર્યવાહી માટે તે શખ્સને બાવલુ પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો હતો.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી


