ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાતમીના આધારે ઊંઝા તાલુકાના મકતુપુર ગામની સીમમાં આવેલી એક હોટલ પર દરોડો પાડી 780 ગ્રામ પોષડોડાના પાવડર સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી મામલે ઊંઝા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. મળતી માહિતી મુજબ ટીમને તેમના એનડીપીએસ ડ્રાઇવ અંતર્ગત ચોક્કસ બાતમી મળી હતી.
![]()
ઊંઝાના મકતુપુર ગામની સીમમાં પાલનપુર હાઈવે પર આવેલી બાબા રામદેવ હોટલમાં નશાકારક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો અને તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા હોટલ પર દરોડો પાડ્યો હોટલમાં તપાસ દરમિયાન, પોલીસને મૂળ રાજસ્થાનના શખ્સ પદમારામ હીરારામ જાટની શંકાસ્પદ હિલચાલ જણાઈ તેની તલાશી લેતા અને હોટલમાં વધુ તપાસ કરતા તેની પાસેથી 780 ગ્રામ પોષડોડાનો નશાકારક પાવડર મળી આવ્યો પોલીસે તાત્કાલિક આ જથ્થો કબ્જે કર્યો.
![]()
પકડાયેલા આરોપી પદમારામ હીરારામ જાટ, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરીનો રહેવાસી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી SOGની ટીમે તેની પાસેથી પોષડોડાનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળીને કુલ 2840નો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.


