કડી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીમાં ગુનામાં સંડોવાયેલા શખ્સ ફરાર હતો
એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે કડીના પોસ્ટઓફિસ વિસ્તારમાંથી ઝડપી લીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ચોરીના ગુનામાં સંવોડાયેલા કડીનો શખ્સ પોલીસ પકડથી નાસતો ફરતો હતો જે કડીના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં હાજર હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા એઓજીની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યોં હતો. 
મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ એસઓજી પીએસઆઇ એન. પી. પરમાર, એએસઆઇ ચેતનકુમાર, હે.કો. નરેશકુમાર, દિલિપકુમાર, મહેન્દ્રસિંહ, અબ્દુલ ગફાર, ધરમસિંહ, સંજયકુમાર સહિતના સ્ટાફના માણસો વિવિધ ટીમો બનાવી કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ચેતનકુમાર તથા અબ્દુલ ગફારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, કડી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલ શખ્સ કાલેખાન ફારુકખાન શેખ રહે. ખાટકીવાસ, કડીવાળો શખ્સ જે શખ્સ કડીના કસાઇવાડા પોસ્ટ ઓફિસ વિસ્તારમાં ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મોબાઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડ્યોં હતો.


